આજે શપથગ્રહણ, 20થી વધુ નવા ચહેરા થઈ શકે છે સામેલ

30 May, 2019 09:11 AM IST  |  દિલ્હી

આજે શપથગ્રહણ, 20થી વધુ નવા ચહેરા થઈ શકે છે સામેલ

File Photo

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી બાદ કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર રચાશે. નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. આ વખતે જેટલી ચર્ચા મોદી સુનામીની થઈ રહી છે, તેનાથી વધુ ચર્ચા આ લહેરમાં સવાર થઈને લોકસભા પહોંચનાર સાંસદો અને ખાસ કરીને પહેલીવાર જીતેલા સાંસદોની છે. ભાજપના નેતૃત્ત્વવાળી એનડીએ સરકાર આ વખતે દરેક રાજ્યમાં બમ્પર બેઠકો જીતી છે, ત્યારે દરેક રાજ્યમાંથી કોણ મંત્રી બનશે તેની પણ ચર્ચા ચાલી રહી છે. એક અંદાજ એવો પણ છે કે આ વખતે 20થી વધુ નવા ચહેરાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

આ વખતે મોદી કેબિનેટમા 50થી વધુ સાંસદોને જગ્યા મળી શકે છે. જેમાં છ નામ નક્કી મનાઈ રહ્યા છે, પરંતુ કેટલાક જૂના નામ પર સંશયની સ્થિતિ છે. જો કે સૌથી વધુ ચર્ચા મોદી કેબિનેટમાં સામેલ થનાર 20થી વધુ નવા ચહેરાની છે. ગુરુવારે યોજાનારા શપથગ્રહણ સમારોહ પહેલા ભાજપ હાઈકમાન્ડ બેઠકોનો દોર ચલાવી રહ્યું છે. અધ્ય7 અમિત શાહ અને નરેન્દ્ર મોદી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સંખ્યાબંધ બેઠકો કરી ચૂક્યા છે. મનાઈ રહ્યું છે કે આ બેઠકોમાં કેબિનેટ અંગે ચર્ચા ચાલી રહી છે.

અરૂણ જેટલી નહીં થાય સામેલ

લાંબા સમયથી બીમાર ચાલી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલીએ સામે ચાલીને કેબિનેટમાં સામેલ થવાની ના પાડી દીધી છે. આ વાતની માહિતી તેમમે પોતે ટ્વિટ કરીને આપી છે.

યુપી, બિહાર અને ગુજરાતને વિશેષ પ્રાધાન્ય

મોદી કેબિનેટમાં હાલ જે સંભવિત નામ સામે આવી રહ્યા છે, તેના પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે મંત્રીમંડળમાં યુપી, બિહાર અને ગુજરાતને વિશેષ પ્રાધાન્ય અપાશે. આ ત્રણ રાજ્યોમાંથી સૌથી વધુ મંત્રી બનવાની આશા છે. આ ઉપરાંત સરકાર પૂર્વોત્તરના રાજ્યો અને આગામી વિધાનસભા ચૂંટણીને જોતા બેલેન્સ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ નામ છે કન્ફર્મ

રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, નિર્મલા સીતારમન, સ્મૃતિ ઈરાની

આ પણ વાંચોઃ ગુજરાતમાંથી આ ચહેરાઓને મળી શકે છે કેન્દ્રમાં મંત્રી પદ

આ નવા ચહેરાને મળી શકે છે સ્થાન

મોદી કેબિનેટમાં સામેલ થનારા નવા ચહેરામાં સૌથી પહેલું નામ છે પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું. આ યાદીમાં પ્રહલાદ જોશી, તેજસ્વી સૂર્યા, અનિલ બલૂની, વિનોદ ચાવડા, સી આર પાટિલ, તાપિર ગાવ, કિશન રેડ્ડી, બસંત પાંડા, દિલીપ ઘોષ, રાહુલ સિંહા, પ્રહલાદ પટેલ, મનોજ તિવારી, કૈલાશ મેઘવાલ, સુખબીર બાદલ, રીતા બહુગુણા જોશી, એસપીએસ બઘેલ, સંજય નિષાદ, સંજય સેઠ, નિત્યાનંદ રાય, રામનાથ ઠાકુર, સંતોષ કુશવાહા, મહાબલી સિંહનું નામ પણ કેબિનેટમાં સામેલ થવાની રેસમાં છે.

national news narendra modi gujarat