ઓલા-ઉબરને લીધે ઑટો ક્ષેત્રમાં મંદી આવી : નિર્મલા સીતારમણ

11 September, 2019 03:13 PM IST  |  નવી દિલ્હી

ઓલા-ઉબરને લીધે ઑટો ક્ષેત્રમાં મંદી આવી : નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ

લોકો લોન લઈને વાહનો ખરીદવાને બદલે મેટ્રો રેલવે તથા ઓલા-ઉબર કૅબ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ પસંદ કરવા માંડ્યા હોવાથી ઑટોમોબાઇલ ક્ષેત્રમાં મંદી આવી છે એવું નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. ગઈ કાલે યોજેલી પત્રકાર-પરિષદમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે ‘ઑટોમોબાઇલ ક્ષેત્રમાં મંદી માટે વાહનોમાંથી વાયુપ્રદૂષણ પર નિયંત્રણોના ભારત સ્ટેજ સિક્સના નિયમોનું પાલન કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશ જેવાં કારણો છે. આ ક્ષેત્રની આર્થિક નબળાઈ માટે લોકોની પબ્લિક ટ્રાન્સપોર્ટના વપરાશ તરફ ઢળતી રુચિ અને વાહનોની રજિસ્ટ્રેશન-ફી જેવી અનેક બાબતો કારણભૂત છે. ઑટોમોબાઇલ સહિત તમામ ક્ષેત્રોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર ગંભીર છે અને આવશ્યક પગલાં લેશે.’

આ પણ વાંચો : બોલો, આ ભાઈને કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ દંડ થયો

અગાઉ મારુતિ ઉદ્યોગના ચૅરમૅન આર. સી. ભાર્ગવે ઓલા-ઉબર ટૅક્સી સર્વિસિસને કારણે વાહનોના વેચાણમાં ઘટાડાના દાવાને રદિયો આપ્યો હતો. ભાર્ગવે કારોનું વેચાણ ઘટવા માટે સરકારી નીતિઓને કારણભૂત ગણાવતાં જણાવ્યું હતું કે ‘પેટ્રોલ-ડીઝલ પર ભારે કરવેરા, ઍડિશનલ રોડ ટૅક્સ વગેરેને લીધે લોકો કાર ખરીદતા નથી. ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરિંગ પર જીએસટીમાં ઘટાડાની માગણી સ્વીકારવામાં આવે તો પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો થવાનો નથી.’

nirmala sitharaman national news