ગોવામાં તાલિમ દરમિયાન MIG-29K ફાઈટર પ્લેન થયું ક્રેશ

16 November, 2019 02:26 PM IST  |  Goa

ગોવામાં તાલિમ દરમિયાન MIG-29K ફાઈટર પ્લેન થયું ક્રેશ

વધુ એક મિગ વિમાન ક્રેશ થયું

ગોવામાં વાયુસેનાનું ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વિમાન MIG-29K હતું. ઘટનામાં બંને પાયલોટ સુરક્ષિત છે. બંનેએ એરક્રાફ્ટ પડ્યું તે પહેલા જ પોતાને કૉકપિટથી અલગ કરી દીધા હતા. આ અકસ્માત એ સમયે થયો જ્યારે તાલિમ દરમિયાન વિમાન ઉડાન ભરી રહ્યું હતું. ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આ લાગી ગઈ.


ગયા વર્ષે ગોવામાં આઈએનએસ હંસા નૌસૈનિક હવાઈ અડ્ડા પર જ એક MIG-29 રનવે પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જણાવવામાં આવ્યું હતું કે આ વિમાન ઉડાન ભરતા પહેલા જ રનવે પરથી લપસી ગયું હતું. આ વર્ષે માર્ચમાં પણ રાજસ્થાનના જોધપુરમાં એક મિગ સીરિઝનું વિમાન ક્રેશ થયું હતું. ફાઈટર પ્લેનમાં હાજર પાયલટે સૂઝબૂઝ બતાવતા તે વિમાનને વધારે વસ્તી વાળા વિસ્તારમાંથી દૂર લઈ ગયો હતો. 25 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના ભિંડમાં એક મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

લાંબા સમયથી વાયુસેનામાં છે મિગ સીરિઝના વિમાન
ભારતીય વાયુસેના પાસે હાલ સૌથી આધુનિક ફાઈટર જેટ તરીકે સુખોઈ 30 છે. તો મિરાજ 2000 પણ આધુનિક ફાઈટર જેટ છે. બંનેને એરફોર્સના આધારસ્તંભ માનવામાં આવે છે. જો કે એરફોર્સ પાસે સ્કવૉડ્રનની કમી હોવાના કારણે હાલ મિગનો સહારો લેવો પડે છે. 1960થી આ વિમાનો ભારતીય વાયુસેનામાં છે.

goa indian air force