Lok Sabha Election 2019: રાહુલ ગાંધીએ અમેઠીથી હાર સ્વીકારી લીધી

23 May, 2019 06:33 PM IST  |  નવી દિલ્હી

Lok Sabha Election 2019: રાહુલ ગાંધીએ અમેઠીથી હાર સ્વીકારી લીધી

રાહુલ ગાંધીએ કરી PC(તસવીર સૌજન્યઃ ANI)

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા

-રાહુલા ગાંધીએ સૌથી પહેલા ભાજપ અને નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી.

-રાહુલ ગાંધીએ કહ્યું કે જનતા માલિક છે. જનતાએ પોતાનો નિર્ણય આપ્યો છે.

-સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી. આપણે કામ કરશું.

-અમેઠીથી જીત માટે સ્મૃતિ ઈરાનીને શુભેચ્છા પાઠવું છું. અમેઠીની જનતાએ પોતાનો નિર્ણય આપ્યો છે. હું ઈચ્છું છું કે તેઓ અમેઠીને પ્રેમથી સાચવે.

રાહુલ ગાંધીની એક બેઠક પરથી જીત, એક બેઠક પરથી હાર

રાહુલ ગાંધીએ કેરલની વાયનાડ બેઠક પરથી જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસની પરંપરાગત ગણાતી અમેઠી બેઠક પરથી તેમને હારનો સામનો કરવો પડ્યો છે. સ્મૃતિ ઈરાનીએ અત્યાર સુધીની આ સૌથી મોટી જીત મેળવી છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ સામે ન આવ્યો હોવા છતા રાહુલ ગાંધીએ નૈતિક હાર સ્વીકારી લીધી છે. અને તેમણે સ્મૃતિ ઈરાનીને તેના માટે અભિનંદન પણ પાઠવ્યા. અત્યાર સુધીની વાત કરીએ તો UPA પાસે માત્ર 86 બેઠકો છે.

કોંગ્રેસનો થયો સફાયો

મહત્વનું છે કે 17મી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીનો જાદૂ યથાવત જણાઈ રહ્યો છે. મતદાતાઓએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. જ્યારે ભાજપનો ખુલ્લા મનથી સ્વીકાર કર્યો છે. ખાસ વાત તો એ છે કે વિપક્ષી દળોને એક કરવાનો પ્રયાસ કરનાર ચંદ્રાબાબૂ નાયડૂ આંધ્ર પ્રદેશમાં પોતાની સરકાર નથી બચાવી શક્યા. જો આ જ સ્થિતિ રહી તો ભાજપ 2014નો રેકોર્ડ તોડી શકે છે.

rahul gandhi Loksabha 2019