Lok Sabha Election 2019: દિલ્હી ભાજપ કાર્યાલયમાં PM મોદીનું ભવ્ય સ્વાગત

23 May, 2019 08:34 PM IST  |  નવી દિલ્હી

Lok Sabha Election 2019: દિલ્હી ભાજપ કાર્યાલયમાં PM મોદીનું ભવ્ય સ્વાગત

PM મોદી જીત બાદ કાર્યકર્તાઓને મળ્યા(તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ)

વડાપ્રધાન મોદી પરિણામો સ્પષ્ટ થયા બાદ દિલ્હી ભાજપના મુખ્યાલય પહોંચ્યા છે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર છે.

કાર્યકરોએ મોદી-મોદીના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું. ભાજપના કાર્યાલયમાં ભાજપના તમામ મોટા નેતાઓ હાજર છે. રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, સુષમા સ્વરાજ સહિતના નેતાઓ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે. ઝરમર ઝરમર વરસાદ વચ્ચે વડાપ્રધાન મોદી સ્ટેજ પર પહોંચ્યા.

પીએમ મોદીનું સંબોધન

-ભારતીય જનતા પાર્ટીના યશસ્વી,પરીશ્રમી અધ્યક્ષ અમિત શાહ, તમામ વરિષ્ઠ સાથીઓનો વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો.

-આજે મેઘરાજા પણ ઉજવણીમાં સામેલ થવા આવ્યા છેઃ નરેન્દ્ર મોદી

-લોકતંત્રના ઈતિહાસમાં આ મોટી ઘટનાઃ મોદી

-દેશની જનતાને શિશ ઝુકાવી નમન કરું છુંઃ મોદી

-આ ચૂંટણીમાં દેશનો વિજય થયો છેઃમોદી

-'5 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નહીં.'

-દેશ સર્વમતથી ચાલે છે.:PM

-પાંચ વર્ષમાં દેશને નવી ઉંચાઈએ લઈ જશુંઃPM

 

અમિત શાહનું સંબોધન
-અમિત શાહે ભારત માતા કી જયના નારા સાથે સંબોધનની શરૂઆત કરી.

-અમિત શાહે નરેન્દ્ર મોદીને મહાવિજયના મહાનાયક ગણાવ્યા.

-દેશની સવા સો કરોડ જનતાનો આભાર માનું છુંઃ અમિત શાહ

-આ કાર્યકર્તાઓના પરિશ્રમ, ભાજપની મોદી સરકારના કાર્યોનો વિજય છે.

-દેશમાં 50 વર્ષ બાદ પહેલીવાર પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છેઃ અમિત શાહ

-નવીન પટનાયક અને જગમોહન રેડ્ડીને અભિનંદન પાઠવું છુંઃ અમિત શાહ

-ગોવામાં 4 માંથી 3 વિધાનસભા બેઠક ભાજપે જીતીઃ અમિત શાહ

-જનાદેશે જાતિવાદ, પરિવારવાદ ખતમ કર્યોઃ શાહ

-કોંગ્રેસ કારમી હારનો સામનો કરવો પડ્યો છેઃ શાહ

-અમિત શાહે ગાંધીનગરના મતદારોનો આભાર માન્યો.

 



Loksabha 2019