દેશના આ રાજ્યોમાં દારૂની હોમ ડિલીવરી શરૂ, 5 લિટર સુધી ખરીદી શકશો ઑનલાઇન

05 May, 2020 05:53 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

દેશના આ રાજ્યોમાં દારૂની હોમ ડિલીવરી શરૂ, 5 લિટર સુધી ખરીદી શકશો ઑનલાઇન

પ્રતીકાત્મક તસવીર

દેશના અનેક રાજ્યોમાં દારૂની દુકાનોની બહાર કેટલાય કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી રહી છે. તો, કર્ણાટકમાં કેટલાય લોકો દારૂની દુકાનની બહાર જ નાશ્તા કરતા દેખાયા. તો કેટલાક રાજ્યોમાં દારૂના શોખીનોને પોલીસના દંડા પણ પડ્યા. તેમ છતાં તેમની હિંમત ઓછી થઈ નથી. જો કે, આ બધાં વચ્ચે દેશમાં એવું પણ એક રાજ્ય છે, જ્યાં દારૂની હોમ ડિલીવરી શરૂ થઈ ગઈ છે. વ્યક્તિદીઠ 5 લીટર સુધી દારૂ મંગાવવાની છૂટ છે.

પાંચ લીટર સુધીના દારૂની હોમ ડિલીવરી માટે ફક્ત એમઆરપી કરતાં ફક્ત 120 રૂપિયા જ વધાકે ચુકવવા પડશે. દારૂના શોખીનો માટે આ હોમ ડિલીવરી ચાર્જ નજીવું કહેવાય. હકીકતે, દિલ્હીના એક વ્યસનીએ જણાવ્યું કે લૉકડાઉન દરમિયાન તેમને 100 રૂપિયાની દારૂ 300 રૂપિયામાં મળી રહી છે. પણ અહીં સ્પષ્ટતા કરીએ કે દિલ્હી તેમજ મહારાષ્ટ્ર સરકારે દારૂના શોખીનો માટે હોમ ડિલીવરીની ભેટ આપી નથી.

દારૂની હોમ ડિલીવરી કરવાની જાહેરાત છત્તીસગઢ સરકારે કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે દારૂના શોખીનોની સગવડ ખાતર અને દારૂની દુકાનોમાં ભીડ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. દારૂના શોખીનો હવે મોબાઇલ એપ અને વેબસાઇટ દ્વારા દારૂ ખરીદી શકે છે. પ્રદેશ સરકારે દારૂની હોમ ડિલીવરીના વ્યવસ્થા ગ્રીન ઝોન એરિયામાં શરૂ કરી છે. એક ગ્રાહક એક વારમાં 5000 એમએલ એટલે કે 5 લીટર દારૂ ઑર્ડર કરી શકે છે.

રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યની દારૂની દુકાનો છત્તીસગઢ સ્ટેટ માર્કેટિંગ કૉર્પોરેશન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. દારૂની દુકાનોમાં એકઠી થતી ભીડને નિયંત્રિત કરવા અને શારીરિક અંતરના પાલનને ધ્યાનમાં રાખીને ડિલીવરી બૉયના માધ્યમે દારૂની આપૂર્તિની વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે. આ વ્યવસ્થા ગ્રીન ઝૉનમાં શરૂ થઈ ગઈ છે.

પંજાબમાં પણ થશે હોમ ડિલીવરી!
5 મેથી પંજાબમાં પણ દારૂનું વેંચાણ શરૂ થઈ જશે. અન્ય રાજ્યોમાં દારૂની દુકાનો ખુલતાં એકઠી થયેલી ભીડને જોતાં પંજાબ સરકાર પણ દારૂની હોમ ડિલીવરી કરાવવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે સાંજે 6 વાગ્યે દારૂની હોમ ડિલીવરી કરવામાં આવશે. હોમ ડિલીવરીની પ્રક્રિયા સ્થાનિક જિલ્લા પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવશે. હકીકતે પંજાબમાં દારૂના વેપારીઓએ માગ કરી હતી કે દારૂની હોમ ડિલીવરી કરાવવામાં આવે અથવા તો સરકારને આપવામાં આવતી લાઇસન્સ ફીમાં ઘટાડો કરવામાં આવે. આ જોતાં સરકાર હોમ ડિલીવરીની પરમિશન આપી શકે છે. જો કે, આ નિર્ણય 7મી મેના લેવામાં આવશે.

national news chhattisgarh