રોબર્ટ વાડ્રાને EDએ પૂછ્યા આટલા સવાલ, વાંચો લિસ્ટ

13 February, 2019 07:37 AM IST  |  જયપુર

રોબર્ટ વાડ્રાને EDએ પૂછ્યા આટલા સવાલ, વાંચો લિસ્ટ

આજે ફરી થશે વાડ્રાની પૂછપરછ

જયપુરમાં રોબર્ટ વાડ્રાની આજે સતત બીજા દિવસે પૂછપરછ થશે. બિકાનેરમાં જમીન કૌભાંડ મામલે ઈડી વાડ્રાની સતત પૂછપરછ કરી રહી છે. મંગળવારે પણ વાડ્રાની 9 કલાક સુધી પૂછપરછ થઈ હતી. આ દરમિયાન વાડ્રાને ઈડીના અધિકારીઓએ લગભગ 55 સવાલો કર્યા.

ઈડીએ વાડ્રાને પૂછેલા સવાલો

1) તમારી કંપનીએ સસ્તી જમીન ખરીદીને મોંઘા ભાવ વેચી, શું આમાં તમારી સહમતિ હતી ?
2) તમારી કંપનીએ જમીન વેચાણમાંથી થયેલા લાભનો ઉપયોગ ક્યાં કર્યો ?
3) મહેશ નાગર અને દલાલ જયપ્રકાશ સાથેના સંબંધ વિશે કહો ?
4) કોલાયત અને મહાનજન ફાયરિંગ રેન્જમાં કુલ 1422 વીઘા જમીન તમારી કંપનીએ કેટલી કેટલી કોના દ્વારા ખરીદી ?
5) આ સોદામાં જે લાભ થયો તેમાં કોનો કોનો ભાગ હતો ?
6) આ સોદાથી તમને કેટલો ફાયદો થયો ?
7) તમારી કંપનીના વેપાર અને મેનેજમેન્ટમાં માતા મૌરીન વાડ્રાનો શું રોલ છે ?
8) તમારી કંપનીનું મુખ્ય કામ શું છે ?
9) શું તમને ખબર હતી કે તે જમીન સરકારી હતી અને બોગસ દસ્તાવેજ બનાવીને વેચાઈ હતી ?

આ પણ વાંચોઃ રોબર્ટ વાડ્રાને 11 અધિકારીઓએ 9 કલાકમાં પૂછ્યા 55 સવાલ,આજે ફરી પૂછપરછ

કેમ થઈ રહી છે પૂછપરછ ?

બિકાનેર જમીન કૌભાંડ મામલે જે કંપની પર આરોપ લાગી રહ્યા છે, તે કંપનીમાં રોબર્ટ વાડ્રા અને તેમના માતા મૌરીન વાડ્રા ડિરેક્ટર છે. ઈડીનું માનવું છે કે જે કંપનીને જમીન વેચાઈ તે પણ બોગસ કંપની છે. ઈડીને શંકા છે કે આ મામલે વાડ્રા બધું જ જાણતા હતા. ઈડીએ 2018માં કરેલા દરોડામાં ખુલાસો થયો હતો કે જમીન મહેશ નાગર દ્વારા ખરીદાઈ હતી. જેની પાવર ઓફ એટર્ની અશોક કુમાર નામના ડ્રાઈવરના નામે હતી. એટલે ઈડીને આ કેસમાં ગરબડની શંકા છે.

ચોંકાવનારી વાત એ છે કે ઈડીના કહેવા પ્રમાણે વાડ્રાએ જે કંપનીને જમીન વેચી તે રિયલ એસ્ટેટ સાથે નથી જોડાયેલી. તેના શેરધારકો પણ બોગસ છે.

robert vadra priyanka gandhi national news