લોકસભામાં લાગ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા, સંસદમાં વિપક્ષનું પ્રદર્શન

13 February, 2019 12:32 PM IST  |  નવી દિલ્હી

લોકસભામાં લાગ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા, સંસદમાં વિપક્ષનું પ્રદર્શન

લોકસભામાં વિપક્ષનો હોબાળો

રાફેલ ડીલને લઇને બુધવારે લોકસભામાં જબરદસ્ત હોબાળો થયો. વિપક્ષે ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા. તેના પર સ્પીકરે ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. ત્યારબાદ વિપક્ષના સાંસદો બહાર આવ્યા અને સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે બજેટસત્રનો આજે છેલ્લો દિવસ છે.

સંસદ પરિસરમાં તૃણમૂલ કોંગ્રેસ અને ટીડીપી સાંસદોએ પણ પ્રદર્શન કર્યું. તૃણમૂલ સાંસદોએ પોસ્ટરમાં લખ્યું હતું- મોદી સરકારની એક્સપાયરી ડેટ ખતમ થઈ ચૂકી છે. ટીડીપી સાંસદો આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી રહ્યા હતા. રાફેલ મુદ્દે આજે રાજ્યસભામાં CAG (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે 126ની સરખામણીએ 36 વિમાનોનો સોદો કરવા પર સરકાર 17.08% રકમ બચાવવામાં સફળ રહી.

આ પણ વાંચો: CAGનો અહેવાલઃ UPA કરતા NDAની રાફેલ ડીલ સસ્તી

રાફેલ ડીલ પર કોંગ્રેસના આરોપોની વચ્ચે મોદી સરકારે મંગળવારે કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો. આ દરમિયાન વિપક્ષે જેપીસીની તપાસ માટે હોબાળો કર્યો. ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે વિપક્ષ ડીલને લઇને વારંવાર ખોટું ન બોલે, તેનાથી આરોપો સાચા સાબિત નહીં થાય. ફ્રાન્સની સાથે 36 રાફેલ વિમાન સોદામાં કોંગ્રેસ સતત ગરબડના આરોપો લગાવી રહી છે.

delhi Loksabha 2019