કુમારસ્વામી 18 જુલાઈએ વિધાનસભામાં વિશ્વાસમત પુરવાર કરશેઃ સિદ્ધારમૈયા

16 July, 2019 09:23 AM IST  |  કર્ણાટક

કુમારસ્વામી 18 જુલાઈએ વિધાનસભામાં વિશ્વાસમત પુરવાર કરશેઃ સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયા

કર્ણાટકમાં રાજનીતિક સંકટ હજી વધારે સમય સુધી ચાલી શકે છે. કૉન્ગ્રેસના ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ એલાન કર્યું કે ૧૮ જુલાઈના રોજ વિધાનસભામાં વિશ્વાસમત પર ચર્ચા થશે. સિદ્ધારમૈયાએ જણાવ્યું કે સીએમ એચડી કુમારસ્વામીએ વિધાનસભાની અંદર વિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો અને ૧૮ જુલાઈએ એના પર ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે કૉન્ગ્રેસે ૩ દિવસ બાદ વિશ્વાસમત પર ચર્ચા કરવાનું એલાન કરીને એક તીરથી અનેક શિકાર કરવાની કોશિશ કરી છે. એ પહેલાં કુમારસ્વામીએ કહ્યું કે તે કોઈ પણ સમયે વિશ્વાસમત માટે તૈયાર છે.

સુપ્રીમ કોર્ટ કૉન્ગ્રેસ અને જેડીએસના બાગી ધારાસભ્યોની અરજી પર આજે સુનાવણી કરશે. માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ આજ દિવસે પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. એને જોતાં કૉન્ગ્રેસે વિશ્વાસમત માટે ૧૮ જુલાઈનો સમય નક્કી કર્યો છે. એનાથી કૉન્ગ્રેસ-જેડીએસને એક ફાયદો એ થશે કે તેમને કુમારસ્વામીની સરકાર બચાવવા માટે વધારે સમય મળશે.

આ પણ વાંચો : આસામમાં 50થી વધુ અને બિહારમાં 29 લોકોનાં મૃત્યુ

બીજી તરફ રાજીનામું આપનારા કર્ણાટકના ૧૬માંથી ૧૪ ધારાસભ્યો મુંબઈની રેનેસાં હોટેલમાં છે. સોમવારે તેઓએ કહ્યું કે કૉન્ગ્રેસ અમને પ્રભાવિત કરવાના તેમ જ ડરાવવાના પ્રયાસો કરે છે. ધારાસભ્યોએ મુંબઈ પોલીસને પત્ર લખીને બીજી વખત સુરક્ષાની માગણી કરી છે.

national news karnataka