જાણો શું છે વિંગ કમાન્ડર અભિનંદનનું Air Force રેન્કિંગ

01 March, 2019 12:25 PM IST  | 

જાણો શું છે વિંગ કમાન્ડર અભિનંદનનું Air Force રેન્કિંગ

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન

પાકિસ્તાની એફ-16 લડાયક વિમાનનો પીછો કરીને તેને પાડી દેનાર વાયુસેનાના ઍર વિંગ કમાંડર અભિનંદન વર્તમાન તેમની બહાદુરીના કારણે હાલ ચર્ચામાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમને ભારતને પાછા સોંપવાની જાહેરાત કરી છે. ત્યારે શું આપ જાણો છો કે અભિનંદન વર્મા રેન્કિંગની બાબતમાં ભારતીય વાયુસેનામાં કઈ પૉઝિશન પર છે ?

ભારતીય વાયુસેનામાં દરેક પદનો એક ક્રમ હોય છે અને તે મુજબ જ કોઈપણ ઑપરેશનને અંજામ આપવામાં આવે છે અને તમામ કામો કરવામાં આવે છે. ચાલો આપને જણાવી દઈએ વાયુસેનાના રેન્કિંગ વિશે.

માર્શલ ઑફ ધ ઍર ફોર્સ :
વાયુસેનામાં માર્શલ ઑફ ધ ઍર ફોર્સ સર્વોચ્ચ પદ હોય છે. તે સેનાના ફીલ્ડ માર્શલની જેમ હોય છે કે જે સન્માન તરીકે કોઇક અધિકારીને અપાય છે. આ પદ ફાઇવ સ્ટાર રૅંક ગણાય છે. અત્યાર સુધી એકમાત્ર અર્જન સિંહને માર્શલ ઑફ ધ ઍર ફોર્સનું રૅંક અપાયું છે.

ઍર ચીફ માર્શલ :
સક્રિય રૅંકમાં જોવા જઇએ, તો ઍર ચીફ માર્શલ સર્વોચ્ચ પદ હોય છે. આ ચાર સ્ટાર રૅંક વાળું પદ હોય છે. હાલમાં બી એસ ધનોઆ ઍર ચીફ માર્શલ છે.

ઍર માર્શલ :
ઍર ચીફ માર્શલથી જૂનિયર ઍર માર્શલ હોય છે. તેને 3 સ્ટાર રૅંક કહેવાય છે. આ પદ પર નિયુક્ત અધિકારીઓની વર્ધીમાં ઍર ચીફ માર્શલની વર્ધી કરતા એક પટ્ટી ઓછી હોય છે.

ઍર વાઇસ માર્શલ :
ઍર વાઇસ માર્શલના પદને ઍર ફોર્સમાં 2 સ્ટાર રૅંક કહેવાય છે. આમની વર્ધી પર એક બ્લ્યુ અને કાળી પટ્ટી સાથે વધુ એક પટ્ટી હોય છે.

ઍર કમોડોર :
ઍર કમોડોર ઍર વાઇસ માર્શલ કરતા જૂનિયર અને ગ્રુપ કૅપ્ટન રેંજ કરતા સીનિયર અધિકારી હોય છે. તેમની વર્ધી પર એક કાળી અને બ્લ્યુ રંગની પટ્ટી હોય છે.

ગ્રુપ કૅપ્ટન :
આ સેનાના કર્નલની બરાબરનુ પદ હોય છે અને આ એક સનીયર કમીશન ધરાવતું પદ છે. આમની વર્ધી પર ચાર પટ્ટીઓ લાગેલી હોય છે.

વિંગ કમાંડર :
વિંગ કમાંડરનું પદ ગ્રુપ કૅપ્ટન કરતા નીચે હોય છે. તાજેતરમાં જ પાકિસ્તાનના સકંજામાં આવેલા અને આજે ભારત પરત ફરી રહેલા અભિનંદન વર્તમાન વાયુસેનામાં વિંગ કમાંડરનો હોદ્દો ધરાવે છે.

સ્ક્વૉડ્રન લીડર :
સ્ક્વૉજડ્રન લીડરનું પદ વિંગ કમાંડર કરતા જૂનિયર હોય છે.

ફ્લાઇટ લેફ્ટનન્ટ :
આ વાયુસેનાનું કમીશન્ડ પદ છે કે જે સ્ક્વૉડ્રન લીડર બાદ આવે છે.

ફ્લાઇંગ ઑફિસર :
ફ્લાઇંગ ઑફિસર પણ એક કમીશન પ્રાપ્ત પદ છે. આ જૂનિયર કમીશન્ડ અધિકારીઓ બાદ સૌથી જૂનિયર પદ છે.

ત્યાર બાદ જૂનિયર કમીશન્ડ કક્ષાના હોદ્દાઓ આવે છે કે જેમાં ફ્લાઇંગ માસ્ટર વૉરંટ ઑફિસર, વૉરંટ અધિકારી, જૂનિયર વૉરંટ ઑફિસર, સાર્જંટ, કૉર્રોરલ, લીડિંગ ઍરક્રાફ્ટમૅનનો સમાવેશ થાય છે.

indian air force