કાશ્મીરમાં સ્થિતિ ગંભીર, અમરનાથ યાત્રાળુઓને એરલિફ્ટ કરાશે

03 August, 2019 06:47 PM IST  |  જમ્મુ કાશ્મીર

કાશ્મીરમાં સ્થિતિ ગંભીર, અમરનાથ યાત્રાળુઓને એરલિફ્ટ કરાશે

કાશ્મીર ખીણ વિસ્તારમાં આતંકી હુમલાના એલર્ટ બાદ ત્યાં ફસાયેલા મુસાફરોને વાયુસેના એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થાને પહોંચાડશે. આ માટે વાયુસેનાના વિમાન સી 17 ગ્લોબમાસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. યાત્રાળુઓને જમ્મુ, પઠાણકોટ કે પછી દિલ્હી પહોંચાડવામાં આવશે. બાદમાં યાત્રાળુઓ પોતાના ઘરે પાછા જઈ શક્શે.

જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ જોતા કેન્દ્ર સરકારે વાયુસેનાએ અમરનાથ યાત્રાળુઓને કાશ્મીર ખીણમાંથી સુરક્ષિત સ્થળે પહોંચાડવા અપીલ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીર તંત્રએ વાયુસેનાને અપીલ કરી હતી કે તે પોતાના સી 17 ગ્લોબમાસ્ટર દ્વારા અમરનાથ યાત્રાળુઓને કાશ્મીરથી કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવે. કહેવાઈ રહ્યું છે કે કાશ્મીર ખીણમાં ફસાયેલા અમરનાથ તીર્થયાત્રીઓને વાયુસેના શ્રીનગરથી એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડશે. આ માટે વાયુસેનાએ તૈયારી પણ શરૂ કરી દીધી છે.

ભારતીય વાયુસેનાનું સી 17 ગ્લોબમાસ્ટર એક વખતમાં 230 મુસાફરોને લઈ જવામાં સક્ષમ છે. એટલું જ નહીં, ભારતીય વાયુસેનાના સી 17 ગ્લોબ માસ્ટરને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં રશિયન ઈલ્યુશન 76 કરતા પણ ઓછો સમય લાગે છે. ભારતીય વાયુસેનાના સી 17 ગ્લોબમાસ્ટરને કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોને મોકલવામાં ઉપયોગમાં લીધું છે.

આ પહેલા જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ અને આતંકી હુમલાનું એલર્ટ હોવાને કારણે સરકારે યાત્રાળુઓને અને પ્રવાસીઓને કાશ્મીર ખીણ વિસ્તાર છોડવા કહ્યું હતું. અમરનાથના તીર્થયાત્રીઓ અને સુરક્ષા દળોને નિશાન બનાવવાની ગુપ્ત માહિતી બાદ કાશ્મીર ખીણમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો મોટી સંખ્યામાં તૈનાત કરાયા છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા, ભાઈ સાથે દેખાયો આતંકી મસૂદ અઝહર

ગુપ્તચર તંત્રની માહિતી પ્રમાણે પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે કાશ્મીર ખીણમાં મોટો હુમલો કરવાનું ષડયંત્ર ઘડ્યું છે. આતંકીઓના નિશાને તીર્થયાત્રીઓ અને સુરક્ષા દળના જવાનો છે. કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોની સંખ્યા વધતા રાજકીય સ્તરે પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ રહી છે કે અનુચ્છેદ 35 એ હટાવવાની જાહેરાત થવાની છે. જેને લઈને જમ્મુ કાશ્મીરના રાજકીય દળો સતત અંદર અંદર બેઠક અને ચર્ચા કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ સવાલ કર્યો છે કે જો રાજ્યમાં બધું યોગ્ય છે તો કેન્દ્ર સરકાર આવા આદેશ કેમ આપી રહી છે.

national news jammu and kashmir