કર્ણાટકઃસ્પીકરનો ધડાકો, કૉન્ગ્રેસ-જેડીએસના ૧૪ બાગી ધારાસભ્યો સસ્પેન્ડ

29 July, 2019 09:16 AM IST  |  બેંગ્લોર

કર્ણાટકઃસ્પીકરનો ધડાકો, કૉન્ગ્રેસ-જેડીએસના ૧૪ બાગી ધારાસભ્યો સસ્પેન્ડ

કર્ણાટકના સ્પીકર આર. રમેશકુમાર

કર્ણાટકમાં તમામ ૧૪ બાગી ધારાસભ્યોની સદસ્યતા રદ કરી દેવાઈ છે. સ્પીકર આર. રમેશ કુમારે કૉન્ગ્રેસના ૧૧ બાગી ધારાસભ્યો અને જેડીએસના ૩ બાગી ધારાસભ્યોની સભ્યતા રદ કરવાનું એલાન કર્યું. નિર્ણય બાદ સ્પીકર રમેશ કુમારે કહ્યું કે હું કોઈ ચાલાકી કે ડ્રામા નથી કરતો પરંતુ સૌમ્ય રીતે નિર્ણય લીધો છે.

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે સોમવારે કર્ણાટક વિધાનસભામાં સીએમ બીએસ યેદિયુરપ્પા બહુમતી સાબિત કરશે. સ્પીકર રમેશ કુમારે કૉન્ગ્રેસના બૈરાઠી બસવરાજ, મુનિરત્ન, એસટી સોમશેખર, રોશન બેગ, આનંદ સિંહ, એમટીબી નાગરાજ, બીસી પાટીલ, પ્રતાપ ગૌડા પાટીલ, ડૉ. સુધાકર, શિવરામ હેબ્બાર, શ્રીમંત પાટીલને અયોગ્ય કરાર દીધા. આ સિવાય જેડીએસના ત્રણ બાગી ધારાસભ્યો કે. ગોપાલૈયા, નારાયણ ગૌડા, એ. એચ. વિશ્વનાથને અયોગ્ય કરાર દીધા હતા.

અગાઉ સ્પીકર રમેશ કુમારે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય કરાર દીધા હતા. ૧૪ ધારાસભ્યોને અયોગ્ય કરાર દીધા બાદ હવે કુલ ૧૭ ધારાસભ્યને અયોગ્ય કરાર આપી દેવાયા છે. સ્પીકર રમેશ કુમારના આ નિર્ણય બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ૨૦૭ વધી છે. એટલે કે બહુમત માટે ૧૦૫ જાદુઈ આંકડો હશે.

લાંબા સમય સુધી ચાલેલા રાજકીય નાટક બાદ ગુરુવારે કર્ણાટક વિધાનસભાના ત્રણ બાગી ધારાસભ્યોને અયોગ્ય કરાર દીધા હતા. આ ધારાસભ્યોમાં આર. શંકર, રમેશ જરકિહોલી અને મહેશ કુમથલ્લીના નામ છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે કર્ણાટકની કુમારસ્વામી સરકાર વિશ્વાસ મત હાંસલ કરી શકી નહોતી. જેડીએસ અને કૉન્ગ્રેસને ૯૯ મત મળ્યા હતા જ્યારે બીજેપીને ૧૦૫ મળ્યા હતા. આ સાથે જ કુમારસ્વામી સરકારનું પતન થયું હતું. શુક્રવારે બીએસ યેદિયુરપ્પા રાજ્યના નવા મુખ્ય પ્રધાન બન્યા હતા. હવે ૨૯મીએ તેમને સદનમાં બહુમત હાંસલ કરવાનો છે ત્યારે સ્પીકરનો આ નિર્ણય બીજેપી માટે આંચકા સમાન માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ સિલિકોન વેલી છોડીને જૈવિક ખેતી કરી રહ્યું છે આ ગુજરાતી કપલ

સૂત્રોએ જણાવ્યું કે રમેશ કુમારને બીએસ યેદિયુરપ્પાના સોમવારના વિશ્વાસ મત પુરવાર કરતાં પહેલાં સ્પીકરનું પદ ખાલી કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. બીજેપીના એક સીનિયર નેતાએ કહ્યું કે, જો સ્પીકર જાતે રાજીનામું નહીં આપે તો અમે તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું. અમારો પહેલો એજન્ડા વિશ્વાસ મત જીતવો અને ફાઇનાન્સ બિલને પાસ કરાવવાનો છે. અમે સ્પીકરના જાતે રાજીનામા આપવાની રાહ જોઈશું.

national news business news