કોઈ પણ શાહ કે સુલતાન અમારા પર કાંઈ થોપી શકે નહીં : કમલ હાસન

17 September, 2019 12:36 PM IST  |  નવી દિલ્હી

કોઈ પણ શાહ કે સુલતાન અમારા પર કાંઈ થોપી શકે નહીં : કમલ હાસન

કમલ હાસન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશની રાષ્ટ્રભાષા વિશે આપેલા નિવેદન બાદ રાજકીય ઘમસાણ રોકાયું નથી. એના વિરુદ્ધ સૌથી તેજ અવાજ દક્ષિણથી બુલંદ થયો છે. 

હવે સાઉથ સુપરસ્ટાર અને રાજનેતા કમલ હાસને આ મુદ્દે ટ્‌વીટ કરી છે. કમલ હાસને એક વિડિયો ટ્‌વીટ કરીને કહ્યુ કે દેશમાં એક ભાષાને થોપી શકાય નહીં. જો એવું થશે તો આની પર મોટું આંદોલન થશે.

ટ્વિટર પર એક વિડિયો શૅર કરતાં કમલ હાસને કહ્યું કે ‘કોઈ શાહ, સુલતાન કે સમ્રાટ અચાનક નિયમ તોડી શકે નહીં. ૧૯૫૦માં જ્યારે ભારત ગણતંત્ર બન્યું ત્યારે એ નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક ક્ષેત્રની ભાષા અને કલ્ચરનું સન્માન કરવામાં આવશે અને તેમને સુરક્ષિત રાખવામાં આવશે.

આ પણ વાંચો : Happy Birthday: જાણો PM મોદી 69 વર્ષે પણ કેવી રીતે ફિટ રહે છે

કેટલાક રાજાઓએ પોતાના રાજપાઠ દેશની એકતા માટે ન્યોછાવર કરી દીધા, પરંતુ લોકો પોતાની ભાષા, સંસ્કૃતિ અને ઓળખને ખોઈ દેવા ઇચ્છતા નથી. ભારત એવો દેશ છે જ્યાં લોકો એકસાથે બેસીને જમે છે, કોઈની પર કંઈ થોપી શકાય નહીં. તેમણે વિડિયોમાં કહ્યુ કે તામિલને લાંબા સમય સુધી જીવંત રહેવા દો, દેશને સમૃદ્ધ થવા દો.

kamal haasan national news