કુંભમેળો 2019: સાધુ-સંતોની માળા પણ કરાવે છે તેમની ઓળખાણ

18 January, 2019 06:20 PM IST  | 

કુંભમેળો 2019: સાધુ-સંતોની માળા પણ કરાવે છે તેમની ઓળખાણ

સંપ્રદાયના સાધુ-સંતોની અલગ-અલગ માળાઓ

કુંભમાં આવેલા સાધુ-સંતોની માળોઓનું પણ વિશેષ મહત્વ હોય છે. અલગ અલગ મત, પંથ અને સંપ્રદાયના સાધુ-સંતો અલગ અલગ માળાઓ પહેરતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં મોટાભાગે મહાત્મા તુલસીની માળા પહેરતા હોય છે જ્યારે શૈવ સંપ્રદાયના સંત-મહાત્મા રૂદ્રાક્ષની માળાઓ પહેરતા હોય છે. ઉદાસીન અખાડાના સંતોમાં માળાનો કોઈ પ્રતિંબંધ નથી. અખાડા કે ઉપસંપ્રદાયના સાધુ-સંતો પણ તેમની રીતે માળાઓ ધારણ કરે છે. નાગા સંન્યાસી નિયમિત રૂપે ગલગોટાના ફૂલની માળા પહેરતા હોય છે. સાધુ-સંત કમંડળ, ચિપિયા અને ત્રિશૂળ સાથે રાખતા હોય છે.

કુંભમેળામાં વિભિન્ન સંપ્રદાયના સાધુ-સંતો અલગ-અલગ રીતની માળાઓ ધારણ કરતા જોવા મળે છે. મત, પંથ અને સંપ્રદાયના હિસાબે તેમની મહત્તા હોય છે. કેટલાક એવા સાઘુ-સંતો પણ હોય છે જે સોનામાં જડેલા રૂદ્રાક્ષની માળા પહેરતા હોય છે, જ્યારે અમુક સાઘુ-સંતો સ્ફટિકની માળાઓ પહેરતા હોય છે.

મહાનિર્વાણી અખાડા સાથે જોડાયેલા સ્વામી ડો. બૃજેશ સ્વામી કહે છે કે વૈષ્ણવ મંત્રોના જાપ માટે તુલસીની માળા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણેશજીના મંત્ર માટે હાથીના દાંતની માળાનું વિધાન છે જેથી મહાત્મા હાથીની માળા ધારણ કરતા હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રિપુર સુંદરીનાં મંત્રની સાધના માટે માત્ર રક્ત ચંદન અથવા રૂદ્રાક્ષને શ્રેષ્ઠ માનવમાં આવે છે.