પત્રકાર રવીશ કુમારને રેમન મૅગ્સેસે અવૉર્ડ એનાયત થયો

03 August, 2019 09:29 AM IST  |  નવી દિલ્હી

પત્રકાર રવીશ કુમારને રેમન મૅગ્સેસે અવૉર્ડ એનાયત થયો

પત્રકાર રવીશ કુમાર

ભારતના પત્રકાર રવીશ કુમારને રેમન મૅગ્સેસે અવૉર્ડ ૨૦૧૯થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવૉર્ડને એશિયાનો નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે. પ્રશસ્તિપત્રમાં ૪૪ વર્ષના કુમારને ભારતના સૌથી પ્રભાવી ટીવી-પત્રકારોમાંના એક ગણવામાં આવ્યા છે. તેઓ એનડીટીવી ઇન્ડિયાના સિનિયર કાર્યકારી સંપાદક છે.

તેમનું નામ એ પાંચ વ્યક્તિઓમાં સામેલ છે જેમને આ પુરસ્કારના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પ્રશસ્તિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કુમારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ સામાન્ય લોકોની વાસ્તવિક, અગાઉ ન કહેવાયેલી સમસ્યાઓને ઉઠાવે છે. સાથોસાથ એમાં કહેવામાં આવ્યું છે કે જો તમે લોકોનો અવાજ બની ગયા છો તો જ તમે પત્રકાર છો.

આ પણ વાંચો : અયોધ્યા વિવાદમાં ન થઈ મધ્યસ્થી, 6 ઑગસ્ટથી સુપ્રીમમાં રોજ થશે સુનાવણી

આ વર્ષના રેમન મૅગ્સેસે અવૉર્ડના ચાર અન્ય વિજેતાઓમાં મ્યાનમારના કો સ્વે વિન, થાઇલૅન્ડની અંગખાના નીલાપાઇજિત, ફિલિપીન્સના રૈયમુંડો પુજંતે કાયાબાયએબી અને સાઉથ કોરિયાના કિમ જોંગ કી સામેલ છે. ૧૯૫૭માં શરૂ થયેલા આ પુરસ્કારને એશિયાનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.

national news new delhi