રાજકોટ: કન્હૈયા કુમારની સભા માટે જગ્યાની ખેંચતાણ

12 February, 2019 07:16 PM IST  | 

રાજકોટ: કન્હૈયા કુમારની સભા માટે જગ્યાની ખેંચતાણ

દિલ્હીની JNUમાં આપેલા ભાષણ અને રાજકીય એક્ટિવિટીના કારણે ચર્ચામાં આવેલો કન્હૈયા કુમાર કાલે રાજકોટ આવી રહ્યો છે. રાજકોટમાં કન્હૈયા કુમાર જાહેર સભાને સંબોધન આપશે. પરંતુ તેની રેલી માટે જગ્યાને લઈને હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. આ રેલી રાજકોટના હોસ્પિટલ ચોકથી શરૂ થશે પરંતુ સભાસ્થળ માટે હજુ કોઈ પણ જગ્યા ફાળવવામાં આવી નથી. સૂત્રો અનુસાર કન્હૈયા કુમારની સભા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ શકે છે.

રેલીના આયોજકોએ જાહેર સભાની જગ્યા રેલીની 2 કિલોમીટરના વિસ્તારમાં ફાળવવા માંગણી કરી હતી. આ જગ્યાઓમાં રેસકોર્સ, શાસ્ત્રી મેદાન અને ઢેબર ચોકની માંગણી કરાઈ હતી. પરંતુ હાલ સુધી સત્તાવાર રીતે કોઈ પણ જગ્યાની મંજૂરી આપવામાં આવી નથી. એક તરફ કન્હૈયા કુમાર રેલીની તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટના વિવિધ સંગઠનો દ્વારા તેની રેલી સામે વિરોધ દર્શાવ્યો છે.

 

આ પણ વાંચો: ઈમેઈલની કોપી બતાવી રાહુલ ગાંધીએ PMને કર્યા પાંચ સવાલ

 

આ સંગઠનોએ કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને આવેદન અરજી આપી હતી કે હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર અને જીજ્ઞેશ મેવાણીને રાજકોટ ખાતે સભા માટે મંજૂરી આપવી નહી. આ સંગઠનોએ ત્રણેય પર આક્ષેપ લગાવ્યો છે કે, તેઓ સામાન્ય લોકોમાં ગેરસમજ ફેલાવી રહ્યાં છે અને તેમનું આ કૃત્ય સમાજ માટે સ્વીકાર્ય નથી.

rajkot kanhaiya kumar