જમ્મુ કાશ્મીરઃદાલ લેક ફ્રીઝ થઈ ગયું

25 December, 2018 06:39 PM IST  | 

જમ્મુ કાશ્મીરઃદાલ લેક ફ્રીઝ થઈ ગયું

દાલ લેકમાં જામી ગઈ છે બરફની પરત

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રવિવારે રાત્રે ૧૧ વર્ષમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અહીંના માઇનસ ૬.૮ ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચા તાપમાનને પગલે દલ લેક ફ્રીઝ થઈ ગયું હતું તેમ જ પાણીપુરવઠો પૂરો પાડતા નળમાં પણ પાણી થીજી ગયું હતું. ડિસેમ્બર મહિનામાં શ્રીનગરમાં અત્યાર સુધીનું આ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ અગાઉ ૨૦૦૭ની ૩૧ ડિસેમ્બરે ૭.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું