પિતાને પાછળ બેસાડીને 1200 કિમી સાઇકલ ચલાવનારી જ્યોતિને ઇવાન્કાએ વખાણી

23 May, 2020 11:27 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પિતાને પાછળ બેસાડીને 1200 કિમી સાઇકલ ચલાવનારી જ્યોતિને ઇવાન્કાએ વખાણી

ઇવાન્કા ટ્રમ્પે કર્યા જ્યોતિના વખાણ

લૉકડાઉનમાં ગુરૂગ્રામથી પિતાને સાઇકલ પર બેસાડીને 1200 કિમીનું અંતર કાપી દરભંગા (બિહાર) પહોંચનારી જ્યોતિ હાલ ખૂબ જ ચર્ચામાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પે ટ્વીટ કરીને જ્યોતિના વખાણ કર્યા છે.

ઇવાન્કાએ ટ્વીટ કરીને કહ્યું કે 15 વર્ષની જ્યોતિ કુમારીએ પોતાના ઇજાગ્રસ્ત પિતાને સાઇકલ પર સાત દિવસમાં 1200 કિમીનું અંતર કાપી પોતાના ગામ લઈ ગઈ. ઇવાન્કાએ આગળ લખ્યું કે સહનશક્તિ અને પ્રેમની આ વીરગાથાએ ભારતીય લોકો અને સાઇકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

પિતાને લઈને ગુરૂગ્રામથી દરભંગા માટે નીકળી જ્યોતિ
જણાવીએ કે કોરોના સંકટને કારણે જાહરે દેશવ્યાપી લૉકડાઉનમાં દેશની જુદી-જુદી જગ્યાએ પ્રવાસી મજૂરો ફસાયા છે. ટ્રેન સહિત આવવા જવાના અન્ય સાધનો પર પ્રતિહંધ હોવાને કારણે હજારો મજૂરો પગે ચાલીને પોત-પોતાના ઘરે પહોંચવા નીકળી પડ્યા છે. જો કે, જ્યોતિના પિતા મોહન પાસવાન કેટલાક મહિના પહેલા જ અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, તેથી તે પોતાની રીતે ઘરે પહોંચવામાં અસમર્થ હતા.

7 દિવસમાં પાર પાડ્યું 1200 કિમીનું અંતર
લૉકડાઉનમાં પિતા ફસાયા હોવાછી દીકરી જ્યોતિ મુંઝાઇ હતી, અને એક દિવસ સાઇકલ લઈને પિતા સાથે નીકળી પડી. જ્યોતિએ જમાવ્યું કે તેને પિતાને સાઇકલ પર બેસાડીને 10મેના ગુરૂગ્રામથી ચાલવાનું શરૂ કર્યું અને 16 મેની સાંજે ઘરે પહોંચી ગઈ. રસ્તામાં તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જોકે કેટલાક લોકોએ તેમની મદદ પણ કરી.

જૂની સાઇકલ પર લઈ આવી પિતાને
જ્યોતિના પિતા ગુરૂગ્રામમાં રહીને ઑટો ચલાવતા હતા. રોડ અકસ્માતમાં તેમના ઇજાગ્રસ્ત થયા પછી તે 30 જાન્યુઆરીના માતા સાથે ગુરૂગ્રામ ગઈ હતી. માતાના ગામ આવ્યા પછી તે પિતાની સેવામાં લાગી ગઈ. આ દરમિયાન માર્ચના ત્રીજા અઠવાડિયામાં લૉકડાઉન લાગૂ પાડવામાં આવ્યો. કેટલાક દિવસોમાં જમારાશિ ખર્ચ થઈ ગઈ. કોઇ ઉપાય ન મળ્યો તો જ્યોતિએ સાઇકલથી ઘરે પાછાં ફરવાનો નિર્ણય લીધો. પિતાએ જ્યોતિની જિદ પર પાંચસોમાં જૂની સાઇકલ ખરીદી. દિવ્યાંગ પિતાને તેના પર બેસાડી 10 મેની રાતે ગુરૂગ્રામથી ઘર માટે નીકળી. આઠ દિવસમાં ઘરે પહોંચી તો આસપાસના લોકો ચોંકી ઉઠ્યા.

national news ivanka trump international news