ગેરકાયદે શિકારના આરોપસર ઇન્ટરનેશનલ શૂટર-ગોલ્ફર જ્યોતિ રંધાવાની ધરપકડ

26 December, 2018 01:06 PM IST  | 

ગેરકાયદે શિકારના આરોપસર ઇન્ટરનેશનલ શૂટર-ગોલ્ફર જ્યોતિ રંધાવાની ધરપકડ

ગેરકાયદે શિકારના મામલે ઇન્ટરનેશનલ ગોલ્ફર જ્યોતિ રંધાવાની ધરપકડ કરવામાં આવી.

કતર્નિયાઘાટ વન્યજીવ પ્રભાગમાંથી શિકાર કરીને પાછા ફરી રહેલા ફિલ્મ અભિનેત્રી ચિત્રાંગદા સિંહના પતિ અને ઇન્ટરનેશનલ શૂટર જ્યોતિંદરસિંહ રંધાવા ઉર્ફ જ્યોતિસિંહની ખપરિયા વનચોકી પાસે ધરપકડ કરવામાં આવી. તપાસ દરમિયાન તેની ગાડીમાંથી જંગલી મરઘા, ભૂંડની ખાલ અને .22 બોરની રાયફલ મળી આવી છે.

જ્યોતિ રંધાવાની ગાડીની તલાશી દરમિયાન ઘણી ચીજવસ્તુઓ મળી આવી હતી. 

મોતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનપારા-લખીમપુર હાઇવેને અડીને આવેલા ગામમાં જ્યોતિંદરસિંહનું ફાર્મહાઉસ છે. જ્યોતિ રંધાવા ઘણીવાર પોતાના દોસ્તો સાથે ફાર્મહાઉસમાં આવીને રોકાય છે. મંગળવારે પણ તેઓ પોતાના ફાર્મહાઉસ આવ્યા હતા. બુધવારે વહેલી સવારે તે પોતાના દોસ્ત મહેશ વિરાજદર અને પોતાના 10 વર્ષના દીકરા સાથે શિકાર માટે ખાનગી વાહનમાં કતર્નિયાના જંગલમાં ગયો હતો. મોતીપુર રેન્જના બીટ નંબર 29થી સવારે લગભગ 8.30 વાગે શિકાર કરીને પોતાના ફાર્મહાઉસ પર પાછો ફરી રહ્યો હતો.

આ દરમિયાન ખપરિયા વનચોકી પર તહેનાત વનકર્મીઓએ તેને અટકાવ્યો. સાથે જ આ વાતની સૂચના એસપીટીએફ ફોર્સને આપવામાં આવી. ટીમ સ્થળ પર પહોંચી અને તેણે વાહનની તલાશી લીધી. તપાસ દરમિયાન ઘણા જંગલી મરઘા અને ભૂંડની ખાલ મળી આવી. એસપીટીએફ ફોર્સના જવાન જ્યોતિસિહંને મોતીપુર રેન્જ ઓફિસ લઇ ગયા અને ત્યાં તેની પૂછપરછ ચાલી રહી છે. વનવિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. ડીએફઓ જીપીસિંહે જણાવ્યું કે .22 બોરની રાયફલ, 80 કારતૂસ વગેરે પણ મળી આવ્યા છે. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

chitrangada singh