ભારત પર ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપીશું : રાજનાથ સિંહ

24 October, 2019 01:42 PM IST  |  નવી દિલ્હી

ભારત પર ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપીશું : રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે. રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત પર ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે. રાજનાથ સિંહે પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહેલા સરહદી ઉલ્લંઘન કરવા પર અને સતત પરમાણું બૉમ્બની ધમકી આપવાને લઈને પણ રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી.
તાજેતરમાં ભારતીય સેનાની આકરી કાર્યવાહીથી પાકિસ્તાન બરાબરનું અકળાયું છે જેને લઈને પાકિસ્તાનના રેલવેપ્રધાન શેખ રશીદે ધમકી આપતાં કહ્યું હતું કે હવેનું યુદ્ધ પરંપરાગત રીતે નહીં થાય, પણ પરમાણુ યુદ્ધ જ થશે. હવે પહેલાંની માફક યુદ્ધ ૪-૫ દિવસ નહીં ચાલે, તોપો નહીં ગરજે, સીધું પરમાણુ યુદ્ધ જ થશે.

પાકિસ્તાનના મંત્રીને સણસણતો જવાબ આપતાં ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘ભારત ક્યારેય કોઈ પણ દેશ પર હુમલો નથી કરતું. ભારતે ન તો ક્યારેય કોઈ દેશ પર આક્રમણ કર્યું છે અને ન તો ભારતે ક્યારેક કોઈ દેશની એક પણ ઈંચ જમીન પર કબજો જમાવ્યો છે, પરંતુ ભારતીય સેનામાં અદમ્ય સાહસ, ક્ષમતા અને શક્તિ છે જે ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપશે.’

સાથે જ તેમને એમ પણ કહ્યું હતું કે ‘ભારત સરકારનો પ્રયાસ છે કે આપણે હથિયારોના નિકાસકાર બનીએ. આવનારા સમયમાં યુદ્ધમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ વધશે.’

દેશની સુરક્ષાને લઈને રાજનાથ સિંહે કહ્યું હતું કે અમે કોઈ પણ ભોગે ૨૬/૧૧નું પુનરાવર્તન નહીં થવા દઈએ. ભારતીય નૌકાદળની શક્તિ પણ અગાઉ કરતાં અનેક ઘણી વધી છે.

rajnath singh national news