ભારતીય સેના માત્ર સંગઠનો માટે કામ કરતા 27,000 સૈનિકોને છૂટા કરશે

14 August, 2019 03:24 PM IST  |  નવી દિલ્હી

ભારતીય સેના માત્ર સંગઠનો માટે કામ કરતા 27,000 સૈનિકોને છૂટા કરશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સેના ૨૭,૦૦૦ સૈનિકોને છૂટા કરવા માટે વિચારી રહી છે. જેમની છટણી થઈ શકે છે તે સૈનિકો સેનાના યુદ્ધ મોરચે તહેનાત ટુકડીઓનો હિસ્સો નથી અને માત્ર સંગઠનના સ્તરે કામ કરે છે.

એક અહેવાલ પ્રમાણે આ સૈનિકોને છૂટા કરવાથી સેનાના ૧૬૦૦ કરોડ રૂપિયા બચશે. હાલમાં ભારતીય સેનામાં ૧૨.૫૦ લાખ જેટલા સૈનિકો કાર્યરત છે. હવે પ્રયત્ન એવો થઈ રહ્યો છે કે, સેનાને મજબૂત અને પ્રભાવશાળી બનાવવા માટે સંખ્યામાં કાપ મૂકવામાં આવે. જેથી પગાર અને પેન્શન તરીકે ચૂકવાતી રકમનો ઉપયોગ આધુનિકીકરણ માટે થઈ શકે.

હાલમાં સેનાનું ૮૦ ટકા બજેટ પગાર અને બીજા રોજબરોજના ખર્ચા પૂરા કરવામાં જ વપરાઈ જાય છે. એ પછી મોર્ડનાઈઝેશન માટે બહુ ઓછી રકમ બચે છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારની ભલામણ પર અફવા ફેલાવતાં ચાર અકાઉન્ટ સસ્પેન્ડ કરાયાં

હાલમાં ભારતીય સેનાએ આ પ્રસ્તાવ રક્ષા મંત્રાલયને મોકલી આપ્યો છે. ભારતીય સેનાની યોજના આવનારા સાતેક વર્ષમાં કુલ દોઢ લાખ સૈનિકોનો ઘટાડો કરવાની છે. જેનાથી વર્ષે ૬૦૦૦ થી ૭૦૦૦ કરોડ રૂપિયાની બચત થશે.

indian army national news