ભારતને પહેલું રાફેલ હવે 20 સપ્ટેમ્બરે નહીં, પણ વિજયાદશમીના દિવસે મળશે

11 September, 2019 03:20 PM IST  |  નવી દિલ્હી

ભારતને પહેલું રાફેલ હવે 20 સપ્ટેમ્બરે નહીં, પણ વિજયાદશમીના દિવસે મળશે

રાફેલ

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન રાફેલની ડિલિવરી હવે બે સપ્તાહ મોડી મળશે. પહેલાં ભારતને રાફેલ વિમાનો મળવાની શરૂઆત ૨૦ સપ્ટેમ્બરથી થવાની હતી તેની જગ્યાએ હવે આ વિમાન બનાવનાર ફ્રાન્સની કંપની રાફેલે બે સપ્તાહ મોડી એટલે કે ૮ ઑક્ટોબરે ભારતને વિમાન ડિલિવરી આપવાની જાહેરાત છે.

પહેલું વિમાન સ્વીકારવા માટે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સ જશે. યોગાનુયોગ ૮ ઑક્ટોબરે વાયુસેના દિવસ અને દશેરા પણ છે. ભારતમાં એમ પણ દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવાનો રિવાજ છે.

આ પણ વાંચો : ઓલા-ઉબરને લીધે ઑટો ક્ષેત્રમાં મંદી આવી : નિર્મલા સીતારમણ

રાજનાથ સિંહ ફ્રાન્સના બોર્ડેક્સ નામના શહેરના મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટમાં રાફેલને રિસીવ કરશે. વાયસેનાના પાઇલટ પણ તેમની સાથે હશે. વાયુસેનાએ રાફેલ વિમાનોને ૧૭મી સ્કવૉડ્રનમાં સામેલ કરવાનું નક્કી કર્યું છે. ફ્રાન્સ દ્વારા ૩૬ વિમાનોની ભારતને તબક્કાવાર ડિલિવરી કરાશે.

national news rafale deal