કૉન્ગ્રેસને સ્પીકર અને પાંચ પ્રધાનપદ મળી શકે, આરજેડીને પણ લૉટરી લાગશે

25 December, 2019 09:57 AM IST  |  Mumbai Desk

કૉન્ગ્રેસને સ્પીકર અને પાંચ પ્રધાનપદ મળી શકે, આરજેડીને પણ લૉટરી લાગશે

 ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કૉન્ગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (જેઆરડી) ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી છે. ગઠબંધનને ૮૧માંથી ૪૭ સીટો મળી છે. આ જીત બાદ હવે ગઠબંધનના નેતા ટૂંક સમયમાં જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭ ડિસેમ્બરે હેમંત સોરેન મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. આ દરમિયાન જેએમએમના ૬, કૉન્ગ્રેસના ૫ અને જેઆરડીના એક પ્રધાન શપથ લેશે એટલે કે હેમંત સોરેનની સાથે ૧૨ પ્રધાનો શપથ લેશે. આ ઉપરાંત કૉન્ગ્રેસના ખાતામાં સ્પીકરપદ જઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેનનો શપથ ગ્રહણ સમારોહ મોરબડી ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવી શકે છે.
આ ચૂંટણીમાં બીજેપીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં જ્યાં બીજેપીએ ૩૭ સીટો જીતી હતી ત્યાં આ વખતે તેને માત્ર ૨૫ સીટો જ મળી શકી છે. બીજેપીની સહયોગી પાર્ટી ગઈ વિધાનસભામાં માત્ર ૮ સીટો પર લડીને ૫ સીટો કબજે કરવામાં સફળ રહી હતી, જ્યારે આ વખતે એ ૫૩ સીટો પર લડીને માત્ર ૨ સીટો જ પોતાના નામે કરી શકી છે.
બીજેપીની હાર માટે સુદેશ મહતોની પાર્ટી સાથે ગઠબંધન ન થવાને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. મહતો જાતિ કુર્મી જાતિની ઉપજાતિ છે. બિહાર અને ઝારખંડમાં મહતોની સારી એવી આબાદી છે. ગઠબંધન ન થવાને કારણે બીજેપીની મહતો વોટબૅન્કમાં ઘટાડો જોવા મળ્યો. બિહારમાં બન્ને પાર્ટી ગઠબંધનમાં છે, પરંતુ ઝારખંડમાં અલગ-અલગ ચૂંટણી લડી, જેનું નુકસાન બન્ને પાર્ટીઓએ ઉઠાવવું પડ્યું. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ કુર્મી જાતિના છે.

congress national news ranchi jharkhand