INX Media Case Live Updates: ફરી શરૂ થઈ ચિદંબરમની પૂછપરછ

22 August, 2019 12:20 PM IST  |  નવી દિલ્હી

INX Media Case Live Updates: ફરી શરૂ થઈ ચિદંબરમની પૂછપરછ

ફરી શરૂ થઈ ચિદંબરમની પૂછપરછ

પી ચિદંબરમની સીબીઆઈએ ધરપકડ કરી છે અને હવે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી સામે લાંબા સમય સુધી સંતાકુકડી રમ્યા બાદ સીબીઆઈએ બુધવારે રાત્રે તેની ધરપકડ કરી. સીબીઆઈ આજે બપોરે તેમને રાઊજ એવન્યૂ કોર્ટમાં રજૂ કરશે. સૂત્રોનું માનીએ તો એજન્સી અદાલત પાસેથી રીમાન્ડની માંગ કરશે. સૂત્રોએ કહ્યું કે તપાસ એજન્સી ચિદંબરમની પૂછપરછ કરી રહી છે. ત્યાં કોંગ્રેસ આ ઘટનાક્રમ પર આક્રમક છે. તેણે આજે વિરોધ પ્રદર્શનનનું આયોજન કર્યું છે.

INX Media Case Live Updates
કાર્તિ ચિદંબરમઃ હું મારા જીવનમાં ક્યારેય પીટર મુખર્જી અને ઈંદ્રાણી મુખર્જીને મળ્યો જ નથી. મે ઈંદ્રાણીને ત્યારે જોઈ હતી જ્યારે સીબીઆઈએ પૂછપરછ દરમિયાન તેનો સામનો કરાવવામાં આવ્યો હતો. મારી ક્યારેય પણ તેમની કંપની સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલા લોકો સાથે કોઈ વાત નથી થઈ.


કોંગ્રેસે સવારે સાડા દસ વાગ્યે પોતાની પ્રેસ કૉનફ્રેંસમાં કહ્યું કે ધોળા દહાડે લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. મોદી સરકાર દેશના પૂર્વ નાણામંત્રીની સામે બદલાની ભાવનાથી કાર્રવાઈ કરી રહી છે. સરકાર મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માંગે છે.

કપિલ સિબ્બલઃ સિબ્બલે કહ્યું કે કાનૂની બિરાદરીના સભ્યો તરીકે આ અમારા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. અમે ઈચ્છતા હતા કે સુનાવણી થાય.


કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ચિદંબરમની સામે દીકરીની હત્યાના આરોપીને ગવાહ બનાવવામાં આવ્યો છે. સાથે એમ પણ કહ્યું કે અડધી રાત્રે તેમની ધરપકડ કરવાનું કોઈ જ કારણ નહોતું.

p chidambaram national news