કર્ણાટકના ગદગમાં ભયાનક અકસ્માત, 6ના મૃત્યુ, 4ને ઈજા

30 December, 2018 02:56 PM IST  | 

કર્ણાટકના ગદગમાં ભયાનક અકસ્માત, 6ના મૃત્યુ, 4ને ઈજા

પ્રતિકાત્મક તસવીર

કર્ણાટકના ગદગમાં અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 4 લોકોને ઈજા થઈ છે. લગ્ન સમારોહમાં સામેલ થવા માટે જઈ રહેલા લોકોને ગોજારો અકસ્માત નડ્યો છે. જાણકારી અનુસાર આ લોકોની ગાડી મંદાગિરી રિંગ રોડ પરથી જઈ રહી હતી ત્યારે રિંગ રોડના ડિવાઈડર સાથે કાર ટકરાઈ હતી જેના 6 લોકોએ તેમનો જીવ ગુમાવવો પડ્યો છે.

અકસ્માતનુ કારણ હજૂ સુધી જાણવા મળ્યુ નથી. અકસ્માતના સમાચાર મળતાની સાથે પોલીસ અને એમ્બુલેન્સ ઘટના સ્થળે પહોચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકના દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.