જોધપુર ઍરબેઝ ખાતે 7 ફાઇટર પ્લેન નિવૃત્ત થયાં

28 December, 2019 01:07 PM IST  |  Jodhpur

જોધપુર ઍરબેઝ ખાતે 7 ફાઇટર પ્લેન નિવૃત્ત થયાં

ફાઇટર પ્લેન

૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા અને ભારતીય વાયુસેનામાં ત્રણ દશકાથી વધુ સમય સુધી સેવામાં રહેનારા ફાઇટર પ્લેન મિગ-૨૭એ શુક્રવારે અંતિમ વાર ઉડાન ભરી. રાજસ્થાનના જોધપુર ઍરબેઝ ખાતે ૭ ફાઇટર પ્લેનોએ પોતાની અંતિમ ઉડાન ભરી. આ દરમ્યાન વાયુસેનાના અનેક મોટા અધિકારી ઉપસ્થિત રહ્યા. વિદાય દરમ્યાન મિગ-૨૭ને સલામી પણ આપવામાં આવી. મિગ-૨૭એ ત્રણ દશકા સુધી ભારતીય વાયુસેનાની સેવા કરી.

અધિકારીઓએ જણાવ્યું કે સ્વિંગ, વિંગ ફાઇટર પ્લેન વાયુસેનામાં અનેક દશકા સુધી ગ્રાઉન્ડ, અટૅક ફ્લીટમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યું છે. હવે ભારતીય વાયુસેના સાથે પ્લેનોને પોતાના સ્ક્વૉડ્રનને જોધપુર ઍરબેઝથી વિદાય આપવામાં આવી છે.

jodhpur national news