પોલીસે 30મિનિટની કરી વાત, 'હથિયારો છીનવી આરોપીએ પોલીસ પર કરી ફાયરિંગ'

06 December, 2019 07:10 PM IST  |  Mumbai Desk

પોલીસે 30મિનિટની કરી વાત, 'હથિયારો છીનવી આરોપીએ પોલીસ પર કરી ફાયરિંગ'

હૈદરાબાદમાં આજે સવારે ડૉક્ટર ગેંગરેપના આરોપીઓનું એન્કાઉંટર કઇ પરિસ્થિતિઓમાં થયું આ વિશે પોલીસે બધી જ માહિતી આપી છે. સાઇબરાબાદના પોવીસ કમિશનર વીસી સજ્જનારે એનકાઉંટર વાળી જગ્યા પરથી પ્રેસ કૉન્ફરેન્સ કરીને જણાવ્યું કે આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેના પછી પોલીસને ગોલી મારવી પડી.

દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર
સજ્જનારે જણાવ્યું કે જ્યારે આરોપી હથિયાર છીનવીને ભાગવા લાગ્યો તો ઘટનાસ્થળ પર હાજર અધિકારીઓએ તેને ચેતવણી પણ આપી, પણ કોઇ અસર થઈ નહીં. તેમણે જણાવ્યું કે આ ગોળીબારમાં હે પોલીસ કર્મચારીઓ ઘાયલ પણ થયા છે. સજ્જનારે માનવાધિકાર આયોગ કે અન્ય સંગઠનના સવાલો પર કહ્યું કે અમે દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છીએ.

30 મિનિટ ચાલ્યું એનકાઉંટર,
આરોપીઓએ ફાયરિંગ કરી પોલીસે જણાવ્યું, "અમે સાઇંટિફિક રીતે તપાસ કરી અને તેના પછી ચારેય આરોપીઓને અરેસ્ટ કર્યા હતા. પોલીસનું કહેવું છે કે પર્યાપ્ત સાક્ષ્યોના આધારે ધરપકડ કરવામાં આવી અને આ હેઠળ જ 10 દિવસની ન્યાયિક જેલ કોર્ટે આપી હતી. 4 અને 5 ડિસેમ્બરના આરોપીઓને પૂછપરછ કરવામાં આવી. આજે સવારે સીન રીક્રિએશન માટે અમે ચારેય આરોપીઓને લઈ ગયા. ત્યાં આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસ પાસેથી હથિયાર છીનવી લીધા. આરોપીઓએ ડંડા અને પત્થરથી પોલીસ પર હુમલો પણ કર્યો અને ભાગવાનો પણ પ્રયત્ન કર્યો. 2 આરોપીઓએ પોલીસ પર ગોળીઓ પણ ચલાવી. ઘટના 5.45થી 6.15 વચ્ચે થઈ."

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

આરોપીઓ પાસે 2 હથિયાર મળ્યા, 2 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ. કમિશ્નર સજ્જનારે જણાવ્યું કે આરોપીઓ પાસેથી બે હથિયાર પણ જમા કરવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે "અમે ગોળી ચલાવતાં પહેલા સરેંડર માટે ઘણીવાર કહ્યું, પણ તે પોલીસ પર જ હુમલો કરતાં હતા. એવી સ્થિતિમાં અમારા કર્મચારીઓને ગોળી મારવી પડી. મૃતક આરોપીઓના મૃતદેહ જપ્ત કરી સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અમારા 2 અધિકારીઓ જોખમી થયા છે જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે."

hyderabad Crime News national news