Hyderabad murder:એનકાઉંટર કરનારા પોલીસકર્મીઓનું મહિલાઓએ કર્યું અભિવાદન

06 December, 2019 12:36 PM IST  |  Mumbai Desk

Hyderabad murder:એનકાઉંટર કરનારા પોલીસકર્મીઓનું મહિલાઓએ કર્યું અભિવાદન

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કર્યા પછી ચારેય આરોપીઓની પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થઈ ગઈ છે. આ પછી તેલંગણામાં મહિલાઓએ એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મચારિઓને મિઠાઇ ખવડાવી અને ફૂલ વરસાવ્યા. આજે એટલે કે 6 ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉંટર બાદ રાજ્યમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે.

આ એનકાઉંટર પછી આખા દેશમાં આ પગલાને આવકારવામાં આવી રહ્યો થે. સોશિયલ મીડિયા પર સામાન્ય જનતાએ હૈદરાબાદ પોલીસના વખાણ કર્યા છે. સાંસદ જયા બચ્ચને પણ આ એનકાઉંટર પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'દેર આયે દુરસ્ત આયે, લેકિન દેર સે આયે'. જણાવીએ કે આ પહેલા જયા બચ્ચને હૈદરાબાદ દુષ્કર્મના ચારે આરોપીઓને ભીડના હવાલે કરવાનું નિવેદન આપ્યું હતું.

આની સાથે ન્યૂઝ એજન્સી પર આ એન્કાઉન્ટર પર ઉજવણી કરતો વીડિયો જોવા મળે છે. આખા રાજ્યમાં આ વખતે આનંદનો માહોલ છે સાથે જ પોલીસ કર્મચારીઓને ખભે બેસાડી જનતાએ હૈદરાબાદ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા.

આ વખતે આખા દેશમાં આ એન્કાઉન્ટરને લઈને આનંદની લહેર છે. આ ઉત્સવ વચ્ચે તેલંગણામાં મહિલાઓએ પોલીસ કર્મચારીઓને રાખડી પણ બાંધી.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પણ આ એન્કાઉન્ટર પર કહ્યું કે જ્યારે આરોપીઓ પોલીસથી બચવાનો પ્રયત્ન કરે છે તો પોલીસ પાસે બીજો કોઇ વિકલ્પ નથી રહેતો. આથી અમે રહી શકીએ છીએ કે હવે ન્યાય થયો છે.

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉન્નાવ દુષ્કર્મનો મામલો હોય કે પછી હૈદરાબાદ દુષ્કર્મનો, આ બન્ને ઘટનાઓ ખૂબ જ મોડી સામે આવી. તેથી લોકોનો આના પર ગુસ્સો વધવા લાગ્યો. આ જ કારણ છે કે એન્કાઉન્ટર પર લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

national news Crime News hyderabad