આસામ આજથી દુલ્હનને 10 ગ્રામ સોનું ફ્રી આપશે

01 January, 2020 09:26 AM IST  |  Guwahati

આસામ આજથી દુલ્હનને 10 ગ્રામ સોનું ફ્રી આપશે

ગોલ્ડ

નવા વર્ષે દુલ્હન બનવા જઈ રહેલ યુવતીઓ માટે ખુશખબર છે. દુલ્હનને સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવામાં આવશે. આ સ્કીમ ૧ જાન્યુઆરી, ૨૦૨૦થી લાગુ થવા જઈ રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. આ સ્કીમ આસામ સરકાર લાગુ કરવા જઈ રહી છે. આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.

આ યોજનાનો લાભ ઉઠાવવા માટે શરતો અનુસાર દુલ્હનના પરિવારજનોએ લગ્નનું સ્પેશ્યલ મેરેજ અૅકટ ૧૯૫૪ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. દુલ્હને કમ સે કમ ૧૦મા સુધીનો અભ્યાસ કર્યો હોય. છોકરીઓનાં લગ્ન થઈ રહ્યા છે તેની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ. આ સિવાય દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.

દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.

guwahati national news assam