આજે છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર મતદાન

12 May, 2019 07:35 AM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

આજે છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર મતદાન

ઈલેક્શન 2019

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ૫૯ બેઠકો પર ચૂંટણીપ્રચાર પૂર્ણ થયો છે. આ તબક્કામાં દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની ૫૯ લોકસભાની બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં બિહારની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, મધ્ય પ્રદેશની ૮, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ચિમ બંગાળની ૮ અને દિલ્હીની સાત લોકસભા બેઠકો પર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં કુલ ૫૯ બેઠક પર મતદાન થવાનું છે જેમાં ૯૭૯ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

અત્યાર સુધી પાંચ તબક્કાની ચૂંટણીમાં લોકસભાની કુલ ૫૪૩માંથી ૪૨૪ બેઠકોનું મતદાન થઈ ગયું છે. સાતમા અને અંતિમ તબક્કામાં ૧૯મીએ બાકીની બચેલી ૬૦ બેઠકો પર મતદાન થશે. ૨૩મીએ મતગણતરી થશે. આવતી કાલે બિહાર અને ઝારખંડને બાદ કરતાં સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે.

આ પણ વાંચો : એક ઝાડના છાંયડામાં બેઠું આખું ગામ, યુઝર્સે કહ્યું એક પેડ કી કિંમત તુમ ક્યા જાનો

આજે રવિવારે દિલ્હીની તમામ સાત લોકસભાની બેઠક પર મતદાન થવાનું છે. દિલ્હીમાં રવિવારે શીલા દીક્ષિત, વિજેન્દર સિંહ, હર્ષવર્ધન અને ગૌતમ ગંભીરનું ભવિષ્ય ઈવીએમમમાં સીલ થઈ જશે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને મેનકા ગાંધીનું ભવિષ્ય નક્કી થશે. રવિવારે યોજાનારી જે ૧૪ બેઠકો પર ચૂંટણી થવાની છે એ પૈકી ૧૩ બેઠકો બીજેપીએ ૨૦૧૪માં જીતી લીધી હતી.

delhi haryana Lok Sabha Election 2019 national news