GST કાઉન્સિલની બેઠકમાં GST દરમાં ઘટાડાની માગણી પર વિચાર : અનુરાગ ઠાકુર

07 September, 2019 12:10 PM IST  |  નવી દિલ્હી

GST કાઉન્સિલની બેઠકમાં GST દરમાં ઘટાડાની માગણી પર વિચાર : અનુરાગ ઠાકુર

અનુરાગ ઠાકુર

આર્થિક મંદી વચ્ચે કેન્દ્ર તરફથી રાહતની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે સરકાર તરફથી જીએસટીના દરોમાં ઘટાડાની વાત કહી છે. જીએસટી દરોમાં ઘટાડાથી મંદીનો સૌથી વધુ માર ઝીલી રહેલા ઑટો સેક્ટરને રાહત મળવાની આશા છે.

ઑટો સેક્ટર તરફથી સરકારને સતત જીએસટી દરોમાં ઘટાડો કરવાની માગણી કરાઈ રહી છે. કેન્દ્રીય પ્રધાન મેઘવાલે કહ્યું કે દિવાળી આવવાની છે. મેઘવાલે આ વાત ઑટો કમ્પોનન્ટ મૅન્યુફૅક્ચરર્સના મંચ પરથી કહી. ઑટો સેક્ટર ૨૮ ટકા જીએસટી દરમાંથી ઘટાડો કરીને ૧૮ ટકા કરે એની માગણી કરી રહ્યું છે.

જો સરકાર ઑટો સેક્ટરની માગણી માની લે તો એનાથી ઑટો સેક્ટરની સાથે કાર ખરીદનારા લોકોને પણ ભાવમાં ઘટાડાનો ફાયદો મળશે. બીજી બાજુ અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઑટો સેક્ટર તરફથી જીએસટી દરમાં ઘટાડાની માગણી પર વિચાર કરાશે.

આ પણ વાંચો : આ છે આ વર્ષની બે હાર્ટબ્રેકિંગ તસવીર, બંને પર ભારતીયોને છે ગર્વ

નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે આ સંબંધે ઑટો કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. સરકાર તરફથી ઇન્ડસ્ટ્રીઝમાં માગ વધારવા માટે ઉપાયોની જાહેરાત કરાશે. અમને ઉદ્યોગોની ખરાબ સ્થિતિ વિશે માહિતી છે.

goods and services tax anurag thakur national news