ઇન્ડેનની બેદરકારીથી કંપનીના 58 લાખ ગ્રાહકોની આધાર ડિટેલ લીક: રિસર્ચર

19 February, 2019 04:07 PM IST  | 

ઇન્ડેનની બેદરકારીથી કંપનીના 58 લાખ ગ્રાહકોની આધાર ડિટેલ લીક: રિસર્ચર

ફાઇલ ફોટો

ફ્રાન્સના એક રિસર્ચરે દાવો કર્યો છે કે સરકારી ગેસ કંપની ઇન્ડેનની બેદરકારીના કારણે તેના 58 લાખ કરતા વધુ ગ્રાહકોના આધાર નંબર અને અન્ય ડેટા લીક થઈ ગયા. રિસર્ચર બેપટિસ્ટ રોબર્ટે મંગળવારે એલિયટ એલ્ડરસન નામના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે લોકલ ડીલર્સના પોર્ટલ પર વેરિફિકેશન નહીં હોવાને કારણે ઇન્ડેનના ગ્રાહકોના નામ, એડ્રેસ અને આધાર નંબર લીક થઈ રહ્યા છે. રોબર્ટ પહેલા પણ આધાર સાથે જોડાયેલા લીકનો ખુલાસો કરી ચૂક્યા છે.

રોબર્ટના જણાવ્યા પ્રમાણે, પાયથન સ્ક્રિપ્ટ નામના ટેક્નીકલ કોડ દ્વારા તેમણે 11,000 ડીલર્સના લોગ-ઇન આઇડી હાંસલ કરી દીધા. તેમાંથી 9490 ડીલર્સ સાથે જોડાયેલા 26,116 ગ્રાહકોના ડેટા આગામી 1-2 દિવસમાં જ એક્સેસ થઈ ગયા. ત્યારબાદ ઇન્ડેને આઇપી એડ્રેસ બ્લોક કરી દીધું હતું.

આ પણ વાંચો: બેંગલુરૂમાં એર શો દરમિયાન 2 એરક્રાફ્ટ ટકરાયા, એક પાયલટનું મોત

રિસર્ચરના જણાવ્યા પ્રમાણે, આઇપી એડ્રેસ બ્લોક થવાને કારણે તેઓ બાકીના 1572 ડીલર્સ અંગે તપાસ ન કરી શક્યા. પરંતુ, જે તેમની સાથે જોડાયેલા ગ્રાહકોને પણ સામેલ કરવામાં આવે તો કુલ 67 લાખ 91 હજાર 200 ગ્રાહકોનો ડેટા લીક થઈ શકતો હતો.

આ બીજીવાર છે જ્યારે ઇન્ડેન દેસના ગ્રાહકોનો ડેટા લીક થયો છે. આ પહેલા માર્ચ 2018માં પણ કંપનીના ગ્રાહકોની ડિટેઇલ્સ લીક થઈ હતી.

Aadhar france