રૅનબૅક્સીના પ્રમોટર શિવિંદર સિંહની 740 કરોડની છેતરપિંડીના આરોપસર ધરપકડ

11 October, 2019 12:26 PM IST  |  નવી દિલ્હી

રૅનબૅક્સીના પ્રમોટર શિવિંદર સિંહની 740 કરોડની છેતરપિંડીના આરોપસર ધરપકડ

શિવિંદર સિંહ

દવા કંપની રૅનબૅક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિંદર સિંહને દિલ્હી પોલીસની ઇકૉનૉમિક ઓફેન્સ વિંગે ગઈ કાલે ધરપકડ કરી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અન્ય ૩ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડની ફરિયાદ વિશે આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવિંદર રેલિગેર ફિનવેસ્ટના ભૂતપૂર્વ પ્રમોટર છે.

આ પણ વાંચો : જનતાને રાહત : પેટ્રોલમાં 54 પૈસા અને ડીઝલના ભાવમાં 6 પૈસાનો ઘટાડો

ફરિયાદ પ્રમાણે શિવિંદર સિંહ અને અન્ય લોકો પર ૭૪૦ કરોડ રૂપિયાનો ફંડ ડાઇવર્ટ કરવાનો આરોપ છે. આ મામલામાં શિવિંદરના ભાઈ મલવિંદર પણ આરોપી છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે મલવિંદરની તપાસ કરાઈ રહી છે. રેલિગેર ફિનવેસ્ટે ડિસેમ્બરમાં શિવિંદર અને મલવિંદર વિરુદ્ધ કરાયેલી ફરિયાદ પર કાર્યવાહી કરી હતી.

national news