પૂર્વ PMમનમોહન સિંહે રાષ્ટ્રપતિને કહ્યું મોદી સરકારને રાજધર્મ યાદ અપાવો

28 February, 2020 10:10 AM IST  |  Mumbai Desk

પૂર્વ PMમનમોહન સિંહે રાષ્ટ્રપતિને કહ્યું મોદી સરકારને રાજધર્મ યાદ અપાવો

દેશની રાજધાની દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કૉન્ગ્રેસ આક્રમક મૂડમાં છે. કૉન્ગ્રેસના એક પ્રતિનિધિ મંડળે હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. કોવિંદ સાથે મુલાકાત બાદ મનમોહન સિંહે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. તો કૉન્ગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે બીજા દિવસે પણ ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું.

દિલ્હી હિંસાને મનમોહને રાષ્ટ્રીય શરમ બતાવી કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે જણાવ્યું છે કે દિલ્હી હિંસા મામલે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જે થયું છે એ એક રાષ્ટ્રીય શરમ છે. આ કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહન સિંહે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે પોતાની સત્તાનો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરી રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે.

દિલ્હીમાં થયેલાં રમખાણોને લઈને કૉન્ગ્રેસ નેતાઓએ ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. કૉન્ગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહ પણ હાજર રહ્યાં હતાં.

national news manmohan singh narendra modi