મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રથમ વખત ૯૬૭૩ બૂથમાંથી લાઇવ વેબકાસ્ટિંગ કરશે

15 October, 2019 04:08 PM IST  |  મુંબઈ ડેસ્ક

મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રથમ વખત ૯૬૭૩ બૂથમાંથી લાઇવ વેબકાસ્ટિંગ કરશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : (પી.ટી.આઇ.) આવતા અઠવાડિયે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સંવેદનશીલ મતદાન-મથકો સહિત ૯૦૦૦ કરતાં વધુ મથકોનું લાઇવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય ચૂંટણીપંચે લીધો હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. રાજ્યની ચૂંટણીમાં પ્રથમ વાર વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

મતદાનની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા તથા મતદાન-મથકો પર અરાજકતા સર્જનારાં તત્ત્વોને અટકાવવા માટે ચૂંટણીપંચ લાઇવ વેબકાસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાની છે.
ચૂંટણીપંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કુલ ૯૬૭૩ મતદાન-મથકો પરથી લાઇવ વેબકાસ્ટિંગ થશે. ૨૧ ઑક્ટોબરે રાજ્યમાં વિધાનસભાની ૨૮૮ બેઠક માટે ૯૬,૬૬૧ મતદાન-મથકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચ ૧,૭૯,૮૯૫ બૅલટ યુનિટ્સ અને ૧,૨૬,૫૦૫ કન્ટ્રોલ યુનિટ્સનો ઉપયોગ કરશે. પારદર્શિતા વધારવા માટે કુલ ૧,૩૫,૦૨૧ વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

maharashtra