ફાઇવ ડેઝ અ ​વીક છે મન કી બાત

14 June, 2020 07:45 AM IST  |  Mumbai Desk | Rashmin Shah

ફાઇવ ડેઝ અ ​વીક છે મન કી બાત

મોદી

કોરોના-સંક્રમણના વધી રહેલા કેસને જોઈને કેન્દ્ર સરકાર નવી સ્ટ્રૅટેજી માટે ૧૬ અને ૧૭મી જૂને દેશના દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર સાથે વિડિયો-કૉન્ફરન્સ કરવાની છે. આ વિડિયો-કૉન્ફરન્સને બે ભાગમાં વહેંચવામાં આવશે. એક ભાગમાં વડા પ્રધાન તમામ એવાં રાજ્યોના ચીફ મિનિસ્ટર સાથે વાર્તાલાપ કરશે જે રાજ્યમાં અનલૉક-1.0 પછી કોવિડ-19ના પેશન્ટ્સ ઘટ્યા છે અને અનલૉકની કોઈ આડઅસર ત્યાં દેખાઈ નથી. તો બીજા ભાગમાં વડા પ્રધાન એવાં રાજ્યોના ચીફ મિનિસ્ટર સાથે વિચારવિમર્શ કરશે જ્યાં અનલૉક પછી કોવિડ-19ના પેશન્ટ્સની સંખ્યા વધી રહી છે.
બીજેપીની કોર કમિટી સાથે જોડાયેલાં સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર અત્યારે એવું ઇચ્છી રહી છે કે અનલૉક અકબંધ રહે, પણ એની સાથોસાથ લોકો વચ્ચે કોરોનાના લૉકડાઉનની અસર પણ જળવાયેલી રહે. અનલૉક-1.0માં જે નિયમો અને ગાઇડલાઇન આપવામાં આવી છે એનું પાલન નથી થઈ રહ્યું એ સૌકોઈ જાણે છે તો સામા પક્ષે એ ગાઇડલાઇનનું પાલન આપોઆપ જ લોકો કરે અને એવી જ રીતે વર્તે જે રીતે અગાઉના લૉકડાઉનમાં તેમનો વ્યવહાર હતો. આ માટે કેન્દ્ર સરકાર અત્યારે ફાઇવ ડેઝ વીક વિશે વિચારી રહી છે. ફાઇવ ડેઝ વીકમાં પાંચ દિવસ અનલૉક-1.0 અકબંધ રહે અને શનિ-રવિ દરમ્યાન લૉકડાઉન રહે અને લોકો ઘરની બહાર પણ ન નીકળે. બીજેપી સાથે સંકળાયેલી એક વ્યક્તિના કહેવા મુજબ કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે લોકોના મનમાં કોરોનાનો ડર રહે અને આ ડર વચ્ચે તે તમામ પ્રકારની ગાઇડલાઇન સાચી રીતે પાળે, પણ એ નથી થઈ રહ્યું એ પણ દેખાઈ રહ્યું છે.
પાંચ દિવસના વર્કિંગ-વીક માટે પણ અત્યારે બે મત ચાલી રહ્યા છે. એક મત મુજબ ફાઇવ ડેઝ વીક એ જ રાજ્યોમાં લાગુ કરવું જે રાજ્યોમાં અનલૉક-1.0 પછી કોરોનાના પેશન્ટ્સ વધ્યા છે, તો બીજા મત મુજબ આ નિયમ સમગ્ર દેશમાં લાગુ કરવો. શું કરવું એનો નિર્ણય તો તમામ રાજ્યોના ચીફ મિનિસ્ટર સાથે મીટિંગ થયા પછી જ લેવામાં આવશે, પણ હાલના તબક્કે એટલું નક્કી છે કે અનલૉક માટેની નવી ગાઇડલાઇન આવશે ચોક્કસ.

Rashmin Shah narendra modi national news mann ki baat lockdown