17મી લોકસભાનું પહેલું સત્ર 6 જૂનથી શરૂ થશે અને 15 જૂને સમાપ્ત થશે

28 May, 2019 08:14 AM IST  |  નવી દિલ્હી

17મી લોકસભાનું પહેલું સત્ર 6 જૂનથી શરૂ થશે અને 15 જૂને સમાપ્ત થશે

પાર્લામેન્ટ

દેશમાં સામાન્ય ચૂંટણી બાદ ૧૭મી લોકસભાનું પહેલું સત્ર છ જૂનથી શરૂ થવાની સંભાવના છે અને ૧૫ જૂને એનું સમાપન થશે. સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દેશના પીએમ તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કરવાના આગલા દિવસે ૩૧ મેએ નવા પ્રધાનમંડળની પહેલી બેઠક દરમ્યાન પહેલા સંસદસત્રની શરૂઆતની તિથિ પર અંતિમ ફેસલો થવાની સંભાવના છે. મોદી પીએમ તરીકે ૩૦ મેએ બીજી વખત શપથ ગ્રહણ કરશે જેમાં તમામ સાંસદોને પ્રોટેમ સ્પીકર દ્વારા શપથ લેવડાવાશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સત્રના પહેલા દિવસે ૬ જૂને સંસદનાં બન્ને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. તે દિવસે લોકભાના એક સભ્યને પણ સ્પીકર નિયુક્ત કરવામાં આવશે એવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે અસ્થાયી સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવશે અને સ્પીકરની પસંદગી ૧૦ જૂને સંભવિત રીતે થશે. લોકસભા અધ્યક્ષની નિયુક્તિ બાદ બન્ને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે અને મોદી એનો જવાબ આપશે.

આ પણ વાંચો : DRDOએ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું કર્યું સફળ પરીક્ષણ

રાષ્ટ્રપતિની ઑફિસ તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસ-નોટમાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૩૦ મેએ સાંજે ૭ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી અને મંત્રીપરિષદના અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. નરેન્દ્ર મોદી બીજેપીના એવા પહેલા નેતા છે જેમણે પીએમ તરીકે પાંચ વર્ષના પોતાના કાર્યકાળને પૂરો કર્યા બાદ બીજી વાર પણ આ પદ માટે ચૂંટાયા હોય.

Lok Sabha national news ram nath kovind