બાબરી મસ્જિદ કેસઃ સુપ્રીમ કોર્ટે CBI જજનો કાર્યકાળ નવ મહિના વધાર્યો

20 July, 2019 09:30 AM IST  |  નવી દિલ્હી

બાબરી મસ્જિદ કેસઃ સુપ્રીમ કોર્ટે CBI જજનો કાર્યકાળ નવ મહિના વધાર્યો

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે વિશેષ અદાલત બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનાવણી છ મહિનામાં પૂરી કરે અને આજથી ૯ મહિનાની અંદર પોતાનો ચુકાદો આપે. સાથે જ કોર્ટે સુનાવણી કરી રહેલા જજ એસ. કે. યાદવનો કાર્યકાળ ૯ મહિના માટે વધારવાનો આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઈ જજ એસ. કે. યાદવ ૩૦ સપ્ટેમ્બરે રિટાયર થઈ રહ્યા છે. તેઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ટ્રાયલ પૂરી કરવા માટે છ મહિનાનો સમય માગ્યો હતો.

૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવાના કેસમાં બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવાં ૧૩ નેતાઓનાં નામ સામેલ છે.

આ પહેલાં સોમવારે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં કહેવાયું હતું કે તે વાત અત્યંત જરૂરી છે કે સીબીઆઈના જજ એસ. કે. યાદવ મામલાની સુનાવણી પૂરી કરીને ચુકાદો આપે.

આ પણ વાંચો : બિહારમાં મૉબ લિન્ચિંગ : ત્રણ લોકોની માર મારીને હત્યા કરી

સુપ્રીમ કોર્ટે ૧૯ એપ્રિલ ૨૦૧૭નાં રોજ અડવાણી, જોશી, ઉમા ભારતી, બીજેપી સાંસદ વિનય કટિયાર સહિત ૧૩ નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સીબીઆઈની પિટિશન પર આ ચુકાદો આપ્યો હતો. આ મામલામાં ૩ અન્ય આરોપીઓનાં મોત થઈ ગયાં છે. સુપ્રીમ કોર્ટે ૧૯ એપ્રિલ, ૨૦૧૭ના મામલાની રોજ સુનાવણી કરી તેને બે વર્ષની અંદર પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા.

babri masjid national news supreme court