ફેસબુકે 15 લાખ યુઝર્સના ઈ-મેઇલ કૉન્ટૅક્સ અપલોડ કર્યા

20 April, 2019 11:23 AM IST  | 

ફેસબુકે 15 લાખ યુઝર્સના ઈ-મેઇલ કૉન્ટૅક્સ અપલોડ કર્યા

ફેસબુક

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુકના યુઝર્સના પ્રાઇવસી વિશે ફરી એક વાર સવાલ ઊભા થયા છે. ફેસબુકે બુધવારે જણાવ્યું હતું કે ‘કંપનીએ મે ૨૦૧૬થી અત્યાર સુધી અજાણતા ૧૫ લાખ યુઝર્સના ઈ-મેઇલ કૉન્ટૅક્સ અપલોડ કરી દીધા હતા. કંપનીએ માર્ચમાં પ્રથમ વખત સાઇન-અપ કરનારા યુઝર્સના ઈ-મઇેલ પાસવર્ડ વેરિફિકેશ ઑપ્શન પણ બંધ કરી દીધું હતું. એવી પણ ઘટનાઓ સામે આવી છે જે મુજબ યુઝર્સ દ્વારા અકાઉન્ટ ક્રિએટ કર્યા બાદ તેમના કૉન્ટૅક્સ ફેસબુક પર અપલોડ થઈ ગયા હતા.’

ફેસબુકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘અમને લાગે છે કે લગભગ ૧૫ લાખ યુઝર્સના ઈ-મેઇલ કૉન્ટૅક્સ અપલોડ થયા છે. આ કૉન્ટૅક્સ કોઈની સાથે શૅર કરાયા નથી અને કંપની હવે એને ડીલિટ કરવાનું કામ કરી રહી છે. જે યુઝર્સના કૉન્ટૅક્સ અપલોડ થયા છે તેમને કંપની દ્વારા નોટિફિકેશન મોકલવામાં આવશે.’

ત્યાર બાદ કંપની દ્વારા આપવામાં આવેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમસ્યાને ફિક્સ કરવામાં આવી રહી છે.

અગાઉ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘ફેસબુક યુઝર્સ દ્વારા અકાઉન્ટ ઓપન કર્યા બાદ તેમની પરવાનગી વગર જ તેમના ઈ-મેઇલ કૉન્ટૅક્સ સેવ કરવામાં આવી રહ્યા છે.

ફેસબુકે 15 લાખ યુઝર્સના ઈ-મેઇલ કૉન્ટૅક્સ અપલોડ કર્યા

facebook national news