ક્રિકેટર ગૌતમ ગંભીર સામે ચૂંટણી પંચે દાખલ કરી FIR

27 April, 2019 03:18 PM IST  | 

ક્રિકેટર ગૌતમ ગંભીર સામે ચૂંટણી પંચે દાખલ કરી FIR

લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્વ દિલ્હી સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર નવી સમસ્યામાં ફસાઈ ગયા છે. પૂર્વ જિલ્લા નિર્વાચન કાર્યાલયમાં દિલ્હી પોલીસને પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે FIR દાખલ કરવામાં આવી છે. ગૌતમ ગંભીર પર પરવાનગી વગર જંગપૂરમાં જનસભા કરી આચાર સંહિતા ભંગ કરવાનો આરોપ મુકાયો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી કે. મહેશનું કહેવું છે કે શનિવાર ગંભીર સામે FIR દાખલ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ એવો પહેલો મામલો છે જ્યા ઉમેદવારી પત્ર જમા કરાવ્યા બાદ તેમની સામે FIR નોંધવામાં આવી હોય. આ સિવાય આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ ગંભીર સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગંભીર 2 જગ્યાએથી મતદાતા છે. આતિશીએ સેક્શન 155(2) અંતર્ગત તીસ હજારી કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે અને તેમની સામે પોલીસ તપાસની માગ કરી છે.

આ પણ વાંચો: દિલ્હીના ઉમેદવારોમાં ગૌતમ ગંભીર સૌથી વધુ ધનવાન

ગૌતમ ગંભીર હમણાં જ ક્રિકેટમાં જોરદાર કરિઅર પછી હવે ભાજપમાં જોડાયા છે અને લોકસભા સીટ માટે ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદાવારી દરમિયાન ખુલાસો થયો હતો કે ગૌતમ ગંભીર સૌથી અમીર ઉમેદવાર છે. તેમની વાર્ષિક આવક 12 કરોડ રૂપિયા છે જો કે હાલ ગૌતમ ગંભીર સામે FIR નોંધાવાના કારણે તેમની હાલ સમસ્યા વધી છે

દિલ્હીના ઉમેદવારોમાં ગૌતમ ગંભીર સૌથી વધુ ધનવાન

 
gautam gambhir Election 2019