દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છેઃ તપાસ એજન્સી એફબીઆઇ

04 July, 2019 11:39 AM IST  |  ઇસ્લામાબાદ

દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છેઃ તપાસ એજન્સી એફબીઆઇ

દાઉદ ઇબ્રાહીમ

પાકિસ્તાનમાં અન્ડર વર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમના હોવાની વાત ભારત સતત કહી રહ્યું છે. હવે અમેરિકી તપાસ એજન્સીએ પણ લંડન કોર્ટમાં દાવો કર્યો છે કે ડી-કંપનીનું સરનામું પાકિસ્તાનના કરાચીમાં છે અને ત્યાંથી પોતાના અપરાધ નેટવર્કને ચલાવી રહ્યા છે. દાઉદના નજીકના અમેરિકા પ્રત્યાપર્ણનો કેસ લંડન કોર્ટમાં ચાલી રહ્યો છે.

પાકિસ્તાન પોતાના દેશમાં ગુના અને આતંકીઓને શરણ આપવાથી હંમેશાં ઇનકાર કરી રહ્યો છે. હવે અમેરિકાએ પણ લંડનની એક કોર્ટમાં દાવો કર્યો છે કે આ વાતનો પૂર્ણ પુરાવો છે કે અન્ડર વર્લ્ડ ડૉન અને ભારતનો આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે. પોતાના આંતરરાષ્ટ્રીય અપરાધ સિન્ડિકેટને તે કરાચીથી ઑપરેટ કરે છે. અમેરિકી તપાસ એજન્સી એફબીઆઇએ લંડનની એક કોર્ટમાં આ દાવો કર્યો.

આ પણ વાંચો : Rathyatra:PM Modiને યાદ આવ્યું વતન ગુજરાત, ટ્વિટ કરી કહ્યું આવું

દાઉદ ઇબ્રાહીમના ખાસ સહયોગી ઝાબિર મોતીવાલાના અમેરિકા પ્રત્યાર્પણના ટ્રાયલના પહેલા દિવસે અમેરિકા તરફથી વકીલ જૉન હાર્ડીએ કોર્ટમાં પક્ષ રાખતા કહ્યું કે એફબીઆઇ ન્યુ યૉર્કમાં ડી કંપનીના લિંકની તપાસ કરી રહ્યા છે. ડી કંપનીનું નેટવર્ક પાકિસ્તાન, ભારત અને યુએઈમાં ફેલાયેલું છે. આ કંપનીના પ્રમુખ ભારતીય મુસલમાન દાઉદ ઇબ્રાહીમ છે જે પાકિસ્તાનમાં રહે છે.

national news islamabad pakistan dawood ibrahim