20 હજાર ફૂટ પર ફરી બંધ થઈ નિયો એન્જિનવાળી ઇંડિગો ફ્લાઇટ

06 February, 2019 07:17 PM IST  |  નવી દિલ્હી

20 હજાર ફૂટ પર ફરી બંધ થઈ નિયો એન્જિનવાળી ઇંડિગો ફ્લાઇટ

ફાઇલ ફોટો

ઇંડિગોના નિયો એન્જિનવાળા વિમાનમાં થઈ રહેલી ગરબડને જો ગંભીરતાથી લેવામાં ન આવે, તો કોઈ મોટો અકસ્માત થઈ શકે છે. તાજેતરમાં જ એકવાર ફરી ઇંડિગોના નિયો એન્જિનવાળા વિમાનમાં ખરાબી આવી ગઈ, જેનાથી લોકોનો જીવ આફતમાં આવી ગયો. એન્જિનમાં ખરાબી આવ્યા પછી કોઈક રીતે પાયલટે વિમાનને સુરક્ષિત રીતે લખનઉમાં ઉતાર્યું. વિમાનમાં સવાલ લોકોએ જણાવ્યું કે તેઓ 20 હજાર ફૂટ પર એન્જિનમાં ખરાબી આવી જવાને કારણે ઘણા ડરી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ઇંડિગો વિમાનના એન્જિનમાં આવેલી ખરાબીનો તાજો મામલો 31 જાન્યુઆરીનો છે, જ્યારે લખનઉથી દિલ્હી માટે ઉડ્ડયન કરી ચૂકેલું ઇંડિગો વિમાન 6E-447નું એક એન્જિન 20 હજાર ફૂટ પર બંધ થઈ ગયું. પાયલટ અને કો-પાયલટે કોઈક રીતે વિમાનને સુરક્ષિત પાછું લખનઉ ઉતાર્યું. લગભગ 15 દિવસમાં આ બીજી એવી ઘટના છે, જેમાં વચ્ચે હવામાં એન્જિન બંધ થઈ ગયા પછી વિમાનમાં જબરદસ્ત કંપન થયું.

આ પણ વાંચો: દિલ્હી: ટીકટોકે લોન્ચ કર્યું #SafeHumSafeInternet કેમ્પેઇન

હકીકતમાં લખનઉથી દિલ્હી જતી ઇંડિગોની ફ્લાઇટ નંબર 6E-447એ ગયા ગુરૂવારે ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 10.25 વાગે ઉડી હતી. વિમાન અડધા રસ્તે પણ નહોતું પહોંચ્યું કે તેના એક એન્જિનમાં પાયલટને કંપન થવાની જાણ થઈ. થોડીવાર પછી એન્જિનમાં ગરબડના સંકેત મળતા જ પાયલટે એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી) સાથે સંપર્ક કરીને તેમને મામલાની જાણ કરી. ત્યારબાદ વિમાનને પાછું લાવવાની પરવાનગી મળી અને પાયલટે વિમાનને લખનઉ ડાયવર્ટ કરી દીધી.

indigo