ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ: સરેરાશ 61 ટકા નોંધાયું

24 April, 2019 12:09 PM IST  |  નવી દિલ્હી

ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ: સરેરાશ 61 ટકા નોંધાયું

વોટિંગ

સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના ત્રીજા રાઉન્ડ માટે આજે ગુજરાત સહિત ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડમાં ૧૧૬ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સરેરાશ ૬૧.૩૧ ટકા મતદાન થયું હતું.

રાજ્યવાર જોઈએ તો ગુજરાતમાં ૫૭.૬૯ ટકા, આસામ ૭૪.૦૫ ટકા, બિહાર ૫૪.૯૪, ગોવા ૬૯.૭૯, જમ્મુ અને કાશ્મીર ૧૧.૨૨, કર્ણાટક ૬૦.૬૭, કેરળ ૬૮.૨૧, મહારાષ્ટ્ર ૫૪.૫૨, ઓડિશા ૫૬.૨૭, ત્રિપુરા ૬૯.૬૪, ઉત્તર પ્રદેશ ૫૫.૯૧, પશ્ચિમ બંગાળ ૭૮.૬૯, છત્તીસગઢ ૬૧.૩૮, દાદરા અને નગર હવેલી ૫૬.૮૧ ટકા તથા દમણ અને દીવમાં ૫૫.૦૨ ટકા મતદાન થયું હતું.

આજના રાઉન્ડમાં ૧૮ કરોડ ૮૫ લાખ મતદારોને મતાધિકાર કરવાનો મોકો મળ્યો છે. આમાં ૯,૬૫,૯૮,૯૧૨ પુરુષો છે અને ૮,૬૨,૨૬,૪૬૦ મહિલાઓ છે. ૭૦૪૩ મતદારો તૃતીયપંથી છે. આજના રાઉન્ડનું મતદાન ૧૬૪૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

ચૂંટણીના સાતેય તબક્કાઓમાં આજનો તબક્કો સૌથી મોટો છે. પહેલા રાઉન્ડમાં ૯૧ બેઠકો માટે ૬૯.૫૦ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા રાઉન્ડમાં ૯૫ બેઠકો માટે ૬૯.૪૪ ટકા લોકોએ મતદાન કર્યું હતું.

આ પણ વાંચો : ચૌકીદાર ચોર હૈ : સુપ્રીમે રાહુલ ગાંધીને અવમાનનાની નોટિસ ફટકારી

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપ કાર્યકર્તાએ એક ચૂંટણી અધિકારીની ધોલાઇ કરી છે. અધિકારી પર આરોપ છે કે તે વોટિંગ દરમિયાન મતદારોને સપાના સાઇકલના નિશાન પર બટન દબાવવાનું કહી રહ્યો હતો. અહીં સપાએ એચ. ટી. હસનને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કૉંગ્રેસમાંથી ઇમરાન પ્રતાપગઢી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના કુંવર સર્વેશ સિંહ મેદાનમાં છે જેમણે ૨૦૧૪માં અહીંથી ચૂંટણી લડી હતી.

Election 2019 Lok Sabha national news