ચૂંટણી 2019: આ વખતે રિઝલ્ટ જાણવા ઉમેદવારોએ જોવી પડશે રાહ, આ છે કારણ

08 May, 2019 03:30 PM IST  |  દિલ્હી

ચૂંટણી 2019: આ વખતે રિઝલ્ટ જાણવા ઉમેદવારોએ જોવી પડશે રાહ, આ છે કારણ

લોકસભાની ચૂંટણીમાં મતદાનના હવે માત્ર 2 જ તબક્કા બાકી રહ્યા છે. છ્ઠઠા તબક્કામાં 7 રાજ્યોની 57 લોકસભા બેઠક અને છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 59 લોકસભા બેઠકો પર મતદાન થશે. અને પરિણામ 23મી મેના રોજ જાહેર થવાનું છે. જો કે જ્યાં જ્યાં મતદાન સમાપ્ત થઈ ચૂક્યુ છે ત્યાંના ઉમેદવારો માટે 23 મેની રાહ જોવી અઘરી થઈ રહી છે. હવે જ્યારે 23મેના રોજ પરિણામ આવશે ત્યારે જ આ રાજકીય નેતાઓના ધબકારા શાંત થશે. પરંતુ આ વખતે પરિણામ આવવામાં સમય વધુ લાગવાનો છે. તેનું કારણ પણ ખાસ છે.

સૌથી પહેલું અને મોટું કારણ એ છે કે આ વખતે મતગણતરીનું કામ વધુ લાંબુ થયું છે. કારણ કે આ વખતે VVPATમાંથી નીકળેલી 5 ટકા ચિટ્ઠને વોટ સાતે સરખાવવી જરૂરી છે. મતગણતરી દરમિયાન આ ટેક્નિકલ પગલાંને કારણે પરિણામ આવવામાં સમય લાગી શખે છે. જો તમે મત આપ્યો હશે, તો તમને યાદ હશે કે ઈવીએમમાં જે ઉમેદવાર સામેનું બટન દબાવ્યું તે સાતે જ બાજુમાં રાખેલા VVPAT એટલે કે વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલની સ્ક્રીન પર એક ચિટ્ઠી નીકળી હશે. જેના પર તમે જેને વોટ આપ્યો તે ઉમેદવારનો ફોટો અને પક્ષના નામની માહિતી હશે. આ ચિટ્ઠી તમને 7 સેકન્ડ સુધી દેખાય છે. પછી મશીનમાં જમા થઈ જાય છે.

આ પણ વાંચોઃ શિવસેનાનો કૉર્પોરેટર 10,000 રૂપિયાની લાંચ લેતાં પકડાયો

આ ચિટ્ઠી પાછળનો હેતુ એ છે કે ચૂંટણીમાં કોઈ પ્રકારનું બોગસ મતદાન કે વિવાદોને અટકાવી શકાય. પરિણામને લઈ જો વિવાદ થાય તો આ વીવીપેટ મશીનની ચિટ્ઠીઓ અને ઈવીએમના મતની સરખામણી કરવામાં આવશે. જેથી પરિણામ યોગ્ય આવે અને વિવાદ ન થાય. આ ટેક્નિકલ પગલાંને લીધે જ આ વખતે પરિણામ આવવામાં સમય લાગી શકે છે. પરિણામે ઉમેદવારોએ રિઝલ્ટ માટે લાંબો સમય સુધી રાહ જોવી પડશે.

national news Election 2019