લંચ પછી પણ ચાલુ છે વાડ્રાની પૂછપરછ, આ પહેલા 3 કલાક સુધી થઈ ઇન્ક્વાયરી

12 February, 2019 06:30 PM IST  |  નવી દિલ્હી

લંચ પછી પણ ચાલુ છે વાડ્રાની પૂછપરછ, આ પહેલા 3 કલાક સુધી થઈ ઇન્ક્વાયરી

રોબર્ટ વાડ્રા ઇડી ઓફિસ પહોંચ્યા.

બિકાનેર જિલ્લામાં કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મંગળવારે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ડ વાડ્રાની પૂછપરછ કરી રહ્યું છે. આ જ સિલસિલામાં વાડ્રાની માતા મૌરીન વાડ્રાની પણ પૂછપરછ થઈ. વાડ્રા મંગળવારે સવારે સાડા દસ વાગે માતા મૌરીન સાથે ઇડીની ઝોનલ ઓફિસ પહોંચ્યા. લગભગ દોઢ કલાક પછી મૌરીન વાડ્રા ઇડી ઓફિસમાંથી ચાલ્યા ગયા. જ્યારે વાડ્રા લગભગ 3 કલાક પછી દોઢ વાગે ઇડીની ઓફિસમાંથી બહાર નીકળ્યા. જોકે એક કલાક પછી અઢી વાગે તેઓ પાછા આવી ગયા.

સવારે કોંગ્રેસ મહાસચિવ અને વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી તેમને ઇડીની ઓફિસ છોડવા માટે આવી હતી. કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે વાડ્રા, પ્રિયંકા અને મૌરીન એક જ વાહનમાં શહેરના આંબેડકર સર્કલ સ્થિત ઇડી ઓફિસ પહોંચ્યા હતા. વાડ્રા જયપુરમાં ઇડીની સામે પહેલીવાર હાજર થયા છે. આ પહેલા એજન્સી દિલ્હીમાં સતત 3 દિવસ (7થી 9 ફેબ્રુઆરી સુધી) તેમની પૂછપરછ કરી ચૂકી છે.

આ પણ વાંચો: ઈમેઈલની કોપી બતાવી રાહુલ ગાંધીએ PMને કર્યા પાંચ સવાલ

ઇડીએ વાડ્રા સાથે 7 ફેબ્રુઆરીના રોજ ગુરૂવારે જ્યાં સાડા પાંચ કલાક પૂછપરછ કરી ત્યાં શુક્રવારે લગભગ 9 કલાક સુધી તેમની પૂછપરછ થઈ હતી. 9 ફેબ્રુઆરીના રોજ શનિવારે એજન્સીએ વાડ્રાની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. એજન્સી વાડ્રા વિરુદ્ધ કથિત ધનશોધન અને વિદેશોમાં ગેરકાયદેસર રીતે સંપત્તિ ખરીદવામાં તેમની કથિત ભૂમિકાના મામલાની તપાસ કરી રહી છે.

robert vadra