કાર્તિ ચિદમ્બરમને વિદેશ જવું હોય તો 10 કરોડ જમા કરાવા પડશે: SC

31 January, 2019 07:58 AM IST  | 

કાર્તિ ચિદમ્બરમને વિદેશ જવું હોય તો 10 કરોડ જમા કરાવા પડશે: SC

કાર્તિ ચિદમ્બરમ

ઍરસેલ મૅક્સિસ અને INX મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમને માર્ચ મહિનામાં ચાર વખત ED સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. EDના અધિકારીઓએ કાર્તિ ચિદમ્બરમને માર્ચ મહિનાની ૫, ૬, ૭ અને ૧૨ તારીખે હાજર થવાની સૂચના આપી છે. દરમ્યાન સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમને ચીમકી આપતાં જણાવ્યું હતું કે ‘તમે તપાસમાં સહકાર નહીં આપો તો તમારા પર સખતાઈ આચરવાની ફરજ પડશે. તમારે જે કરવું હોય એ કરો, પરંતુ કાયદા સાથે ખેલવાનો પ્રયાસ ન કરશો. તમે વિદેશ જવા ઇચ્છતા હો તો ૧૦ કરોડ રૂપિયા જમા કરાવીને જાવ.’

કાર્તિ ચિદમ્બરમ કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર છે.

આ પણ વાંચો : યોગી કૅબિનેટના કુંભસ્નાન વિશે શશી થરૂરે કર્યો કટાક્ષ

સોમવારે કાર્તિ ચિદમ્બરમે કોર્ટ પાસે વિદેશ જવાની પરવાનગી માગી હતી. ત્યાર પછી EDએ સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ કરીને એનો વિરોધ કર્યો હતો. EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ‘કાર્તિ તપાસમાં સહકાર આપતો નથી અને એ સ્થિતિમાં તેઓ વિદેશ જાય તો તપાસમાં વિલંબ થવાની શક્યતા છે.’

p chidambaram national news supreme court