દિલ્હીવાસીઓને કેજરીવાલની ભેટ: 16 ડિસેમ્બરથી ફ્રી વાઇ-ફાઇ મળશે

05 December, 2019 11:55 AM IST  |  New Delhi

દિલ્હીવાસીઓને કેજરીવાલની ભેટ: 16 ડિસેમ્બરથી ફ્રી વાઇ-ફાઇ મળશે

અરવિંદ કેજરીવાલ

દિલ્હી વિધાનસભામાં ચૂંટણી પહેલાં કેજરીવાલ સરકારે પાણી અને મેટ્રો બાદ હવે વાઇ-ફાઇ ફ્રી કરી દેવામાં આવતાં વિપક્ષો માટે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરો નામ માત્રનો બનીને રહી જશે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આમ આદમી પાર્ટીની સૌથી મહત્વાકાંક્ષી યોજના એવી ફ્રી વાઇ-ફાઇ કરવાની ઘોષણા કરી દીધી છે જેના પ્રથમ ચરણમાં દિલ્હીના ૩૦૦૦ બસ-સ્ટૅન્ડ પર વાઇ-ફાઇ હૉટ સ્પૉટ લગાવવામાં આવશે. સમગ્ર દિલ્હીમાં કુલ ૧૧,૦૦૦ હૉટ સ્પૉટ લગાવવામાં આવશે. દરેક યુઝરને પ્રતિ મહિને ૧૫ જીબી ફ્રી ડેટા મળશે જેની શરૂઆત ૧૬ ડિસેમ્બરથી કરવામાં આવશે.

arvind kejriwal new delhi national news