ચિદમ્બરમને ઝટકો, આત્મસમર્પણની અરજી ફગાવતી દિલ્હી કોર્ટ

14 September, 2019 11:32 AM IST  |  નવી દિલ્હી

ચિદમ્બરમને ઝટકો, આત્મસમર્પણની અરજી ફગાવતી દિલ્હી કોર્ટ

ચિદમ્બરમ

નવી દિલ્હી : (જી.એન.એસ.) આઇએનએક્સ મામલામાં ઈડી સમક્ષ આત્મસમર્પણની અરજી પર ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને કોર્ટે ઝટકો આપ્યો છે. રૉઉઝ ઍવન્યુ કોર્ટે સરેન્ડરની અરજીને રદ કરી દીધી છે. આ પહેલાં ઈડીએ દલીલ કરી હતી કે આરોપી નક્કી ન કરી શકે કે તેને ક્યારે કસ્ટડીમાં લેવામાં આવે. એ કામ તપાસ-એજન્સીનું છે. સમય આવ્યે ચિદમ્બરમની ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં લેવામાં આવશે. આ નિર્ણય બાદ ચિદમ્બરમે તિહાર જેલમાં જ રહેવું પડશે. ૨૩ સપ્ટેમ્બરે દિલ્હી હાઈ કોર્ટમાં ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી થવાની છે. એ નિર્ણય બાદ ચિદમ્બરમે જન્મદિવસ જેલમાં જ ઊજવવો પડી શકે છે. ૧૬ સપ્ટેમ્બરે તેઓ ૭૪ વર્ષના થઈ રહ્યા છે.

p chidambaram national news