Bois Locker Room:21 વિદ્યાર્થીઓની થઈ ઓળખ અને ધરપકડ, એકનો મોબાઇલ જપ્ત

06 May, 2020 12:02 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Bois Locker Room:21 વિદ્યાર્થીઓની થઈ ઓળખ અને ધરપકડ, એકનો મોબાઇલ જપ્ત

પ્રતીકાત્મક તસવીર

ઇન્સ્ટાગ્રામ પર 'બૉઇઝ લૉકર રૂમ' પર અશ્લીલ ચૅચની ઘટનામાં એક આરોપી વિદ્યાર્થીનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે અને દિલ્હી પોલીસે તેને આ સંબંધી પૂછપરછ પણ કરી રહી છે. જણાવીએ કે પોલીસે બૉયઝ લૉકર રૂમ સંબંધિત કનેક્શનને લઈને શાળાના આ વિદ્યાર્થીને પકડવામાં આવ્યો હતો. પોલીસ આ ગ્રુપ સાથે જોડાયેલા બધાં 21 વિદ્યાર્થીઓની ઓળખ કરી ચૂકી છે. કહેવામાં આવે છે કે આ બાબતે આ દરેક 21 વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ વિધિસર કાર્યવાહી કરવામાં આવશે.

આ પહેલા સોમવારે આખો મામલો સામે આવતાં દિલ્હી પોલીસના સાઇબર ક્રાઇમ સેલે પોતે જવાબદારી લેતાં આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયા રિપોર્ટ્સના આધારે આ કેસ નોંધવામાં આવે છે.

વિદ્યાર્થીઓ પર મૂકાયો ગંભીર આરોપ
બૉઇઝ લૉકર રૂમ પર જ્યાં શાળાના વિદ્યાર્થીઓ અશ્લીલ મેસેજ દ્વારા છોકરીઓના જીવન બગાડવાથી દુષ્કર્મ કરવા સુધીની વાતો કરી રહ્યા હતા. એકવારમાં જોતાં આવા વિદ્યાર્થીઓના મેસેજ દુષ્કર્મની માનસિકતાને સ્પષ્ટ દર્શાવે છે. આ વાત મહિલા આયોગે પણ આ મામલો સામે આવવા પર ઇન્સ્ટાગ્રામ સાથે દિલ્હી પોલીસને પણ નોટિસ મોકલી દીધી છે.

ઇન્સ્ટાગ્રામને કેટલીક ડિટેલ 8 મે સુધી રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, તો પોલીસને કડક કાર્યવાહી કરવાની વાત કરતાં મામલામાં સામેલ આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆરની ડિટેલ પણ 8 મે સુધી માગી છે.

આ રીતે સામે આવી આખી ઘટના
હકીકતે, સોમવારે સવારે #boyslockerroom ટ્વિટર પર ટ્રેનડ કરી રહ્યું હતું, આ ઇન્સ્ટાગ્રામ પર બનાવવામાં આવેલા એક અકાઉન્ટનું નામ છે. તેના પર કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓ ફક્ત અશ્લીલ ચેટ જ નહોતા કરતાં પણ આ ગ્રુપમાં કેટલીક છોકરીઓની તસવીર અપલોડ કરીને સામૂહિક દુષ્કર્મ કરવાની વાત પણ કરતાં હતા. એક ટ્વિટર યૂઝરે આ ગ્રુપના સ્ક્રીન શૉટ લઈને સોશિયલ મીડિયા પર નાખી દીધા. ત્યાર પછી આખી ઘટનાની ખબર પડી.

દિલ્હી પોલીસનું પણ કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર બનાવવામાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓના આ ગ્રુપમાં વિદ્યાર્થીઓ નાની છોકરીઓની તસવીરો શૅર કરે છે. એટલું જ નહીં, તે બધાં અશ્લીલ વાતો પણ કરતાં અને આપત્તિજનક શબ્દોનો પણ ઉપયોગ કરતાં હતા. ચોંકાવનારી વાત એ છે કે આ ગ્રુપમાં જોડાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે.

ડીસીપી અન્યેશ રાયે જણાવ્યું પોતે જવાદલારી લઈને આ મામલો નોંધવામાં આવ્યો છે. સાઇબર સેલ કેસની તપાસ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામને પત્ર લખીને આ ગ્રુપ સાથે જોડાયેલી બધી માહિતી માગી છે. ઇન્સ્ટાગ્રામ પાસેથી મળતી માહિતીને આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે ઇન્સ્ટાગ્રામને નોટિસ મોકલી છે કે આ ગ્રુપના સભ્યો અને એડમિનની માહિતી તેમના યૂઝર્સ નેમ અને હેન્ડલ નેમ, ઇમેઇલ આઇડી, આઇપી એડ્રેસ, લોકેશન તેમજ અન્ય માહિતી માગી છે. આયોગે જણાવ્યું કે એક સોશિયલ મીડિયા કંપની હોવાને કારણે આ પ્રકારના કૃત્યો પર ઇન્સ્ટાગ્રામે ધ્યાન રાખવું જોઇએ અને પોલીસને માહિતી આપવી જોઇતી હતી.

આયોગની અધ્યક્ષા સ્વાતિએ આ બાબતે પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે.

ઉલ્લેખનીય છે આ બાબતે મુંબઇ પોલીસે પણ ટ્વીટ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો છે તો બોલીવુડમાંથી પણ કેટલીક પ્રતિક્રિયાઓ આવી છે.

Crime News national news delhi news sexual crime