ડીઆરડીઓએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

18 December, 2019 10:43 AM IST  |  Mumbai Desk

ડીઆરડીઓએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

ચાંદીપુરમાંથી ગઈ કાલે બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરાયું હતું. તસવીરઃ પી.ટી.આઇ

ડીફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓડિશાના ચાંદીપુરમાંથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

જમીનથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલને મોબાઇલ ઑટોનોમ્સ લૉન્ચરથી ચાંદીપુરમાં આવેલા પરીક્ષણ રેન્જમાંથી લૉન્ચ કરાઈ હતી. આ મિસાઇલે સફળતાપૂર્વક એક જહાજના લક્ષ્યને ભેદ્યું હતું.
મિસાઇલ પરીક્ષણ તમામ માપદંડો પર ખરું ઊતર્યું. બ્રહ્મોસ મિસાઇલ મધ્યમ અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી રામજેટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે જેને યુદ્ધજહાજ, યુદ્ધવિમાન અથવા જમીન પરથી લૉન્ચ કરી શકાય છે.
ભારત અને રશિયા આ મિસાઇલની મારક દૂરી વધારવાની સાથે એને હાઇપરસોનિક ગતિ પર ઉડાવવા માટે કામ કરી રહ્યા છે. બ્રહ્મોસ ઓછી દૂરીની એન્જિનયુક્ત સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે.

national news technology news tech news